________________
૧૮૬
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય. તપાસ કરાવી તે માલૂમ પડયું કે, કળાવતી ચંડપિંગળ નામના ચારની સાથે રહે છે. તે ઉપરથી તેણે ચંડપિંગળનું ઘર ઘેરી લઈ તેને પકડી મંગાવ્યો, અને તેને શૂળી પર ચડાવવાને હુકમ કર્યો. રાજાના માણસે ચંડપિંગલને લઈને શૂળીએ ચડાવવા ચાલ્યા. આ ખબર કળાવતીને પડતા તે અત્યંત દિલગીર થઈ, અને પશ્ચાત્તાપ કરવા લાગી કે, મારી ભૂલથી ચંડપિંગલની આ દશા થઈ. હું તેને કઈ રીતે. સહાયતા કરી તેને બચાવવા સમર્થ નથી, તેથી તેને અંત અવશ્ય થવાને જ.
તે આ અવસરે તેને નમસ્કાર મંત્રનું સ્મરણ કરતા શીખવું, જેથી તેમની ગતિ સુધરે.
એમ વિચારી તે બુદ્ધિશાળી ગણિકા વધારસ્થંભ તરફ ચાલી અને ચંડપિંગલ પાસે આવી; પિતાના અપરાધની માફી માગવા લાગી. ચંડપિંગલ બોલ્યા, “કંઈ નહિ, તેમાં તારે કેઈ અપરાધ નથી, એ તે ભાગ્યને દેષ છે. ” પછી કળાવતીએ ચંડપિંગલને કહ્યું, “ આ તમારા અંત સમયે હું તમને એક અતિ ઉત્તમ મહાન પ્રભાવશાળી શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્ર આપવા આવી છું, તો તમે તેને શુદ્ધ શ્રદ્ધાથી અંગીકાર કરે. તેથી તમારા સર્વ પાપ ક્ષય થઈ જશે, ને તમે ઉંચ ગતિને પામશે. ” ચંડપિંગલે ઘણું ખુશીથી તે મંત્ર લીધે. પછી ચંડપિંગલને શૂળીએ ચડાવવામાં આવ્યું. ત્યાં તે નમસ્કાર મંત્રનું સ્મરણ કરતે, કરતો મરણ પામ્યો. ચંડપિંગલને શુળીએ ચડાવ્યા પછી કળાવતી ઘેરા