________________
૧૮૫
મંત્રવિદ્યાને પ્રભાવ રહેતી હતી. સ્ત્રીની ચોસઠ કળામાં તે પ્રવીણ હતી. તે પોતાના સૌંદર્યને લીધે ઘણી પ્રસિદ્ધ થયેલી હતી. તેથી મોટા મોટા
કે તેની સાથે સ્નેહ કરવાને આતુર હતા; તે પણ કળાવતી તેઓને ગણકારતી ન હતી. કારણ કે તેને પૈસાને લોભ ન હતું. તે વેશ્યાકુળમાં જન્મેલી હોવા છતાં તેનું વર્તન શુદ્ધ હતું. તે જ નગરમાં ચંડપિંગળ નામે એક ચાર હતે, તેની સાથે તેને સ્નેહ સંબંધ થયો હતે. આ ચંડપિંગળ જે કે ચેરીને બંધ કરતે હતું, તે પણ તેનામાં કેટલાક ઉચ્ચ ગુણો હતા, તેથી કળાવતી તેના પ્રત્યે પતિભાવ રાખતી હતી. જેમ કોઈ પરણેલી સ્ત્રી-પુરુષ પરસ્પર શુદ્ધ પ્રેમભાવથી વર્તે, તેમ તેઓ વર્તાતા હતા. કેટલાક લકોએ ચંડપિંગલને સંગ છેડી દઈ કઈ રાજા અથવા શેઠ સાથે સંબંધ જોડવા કળાવતીને ઘણી વાર સમજાવ્યું હતું, પણ તેણે કોઈની વાત માની ન હતી, તેથી તે સર્વ જન કળાવતી ઉપર દ્વેષભાવ રાખતા હતા. એક વખતે ચંડપિંગળે તે નગરના જીતશત્રુ રાજાને રાજભંડાર તેડીને, તેમાંથી કળાવતીને પહેરવા એક રત્નજડિત હાર હતો તે લીધે, અને તે કળાવતીને આપે. રાજાએ તે હાર શોધવા ઘણી મહેનત કરી, પણ કંઈ જ પત્તો લાગ્યો નહિ. કોઈ એક વખત પર્વને દિવસ આવ્યો. ત્યારે નગરની સર્વ નારીઓ વિવિધ પ્રકારના આભૂષણે પહેરીને નગરની બહાર કીડા કરવાને ગઈ, તેની સાથે આ કળાવતી પણ પેલો હાથ પહેરીને ક્રીડા કરવા ગઈ. ઈર્ષ્યાખોર લોકેએ આ હાર જજે, એટલે તુરત રાજાને જાણ કરી. રાજાએ પિતના સુભટે મારફત