________________
૧૯૦
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય આ બનાવથી ઘણે જ શરમિંદ બની ગયો. નાગનાગણને અંત સમય નજીક જાણી શ્રી પાર્શ્વનાથકુમારે તેને શ્રીનમસ્કાર મહામંત્ર સંભળાવ્યું. તેથી તે નાગનાગણી મૃત્યુ પામીને બીજા ભવમાં ધરણેન્દ્ર અને પદ્માવતી થયાં. એ ભાવમાં પણ તેઓ નિરંતર નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને જૈનધર્મના આરાધક બન્યાં. સાર:- અજ્ઞાનપણે કાયકષ્ટ આદિ બાહ્ય તપ કરવાથી કાંઈ
આત્મકલ્યાણ થતું નથી. તપને આડંબર કરનાર બાવાઓ શિવભેખની જેમ ઘણીવાર હિંસાનું પણ ધ્યાન રાખતા નથી. નમસ્કાર મંત્રના શ્રવણ માત્રથી તિર્યંચ પણ ઉચ્ચ ગતિને પામે છે, તે શ્રી પાર્શ્વનાથ નાગનાગણીને સંભળાવેલા મંત્રના શુભ પરિણામ
પરથી સમજી શકાય છે. પુડરગિરિવાસી મણિધર અને મયુરની કથા
ભરતખંડના પુંડરગિરિ નામના પર્વત પર પૂર્વે મોટું જંગલ હતું. તેમાં મણિધર જાતિના સર્પો રહેતા હતા. તે એવા તે ઝેરી હતા કે તેના કુત્કારથી ઉડેલા ફણના ફિસેટા જે. કોઈ પ્રાણી પર પડે તે તે પ્રાણી તત્કાળ મરી જતું, ત્યારે તેના કરડવાથી તે નિશ્ચય મૃત્યુ થાય જ, એમાં નવાઈ શું? આથી તે પર્વત પર મનુષ્ય તે બિલકુલ રહેતા જ નહિ, એટલું જ નહિ પણ પશુ પક્ષીઓને વાસ પણ ધીમે, ધીમે તેઓને નાશ થઈને ઘણું જ થઈ ગયો હતે. માત્ર મયૂર પક્ષીઓની ત્યાં વસ્તી હતી, કારણ કે સર્વે તેમને નાશ