________________
૧૭૪
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય હું કરું છું, પ્રભુ?”
“આપ કરે છે, ખરું? પ્રભુએ એમ કહ્યું છે કે પીપળાના વૃક્ષ નીચે બેસી જે તપસ્યા કરે છે એને સાત જન્મ પછી મુક્તિ મળશે.'
“હું સાત જન્મ પછી? શું આ જન્મે મને મુક્તિ નહિ મળે?”
ના, ભાઈ આ જન્મે તે મુક્તિ મળવાનો યોગ નથી.”
‘ત્યારે તે નારદજી! સાત જન્મે મુક્તિ મળવાને મેહ પણ નથી. લો ભાઈ! આ મારું તુંબડું ને આ મારું ચામડું ! હું તે સંસારમાં જઈને ભેગ વિલાસ ભેગવીશ. આ ભવ મીઠે તે આવતે ભવ કેણે દીઠે ?” એમ કહીને તે તપસ્વીએ પુન સંસારની વાટ પકડી.
' “અને પ્રભુ ! મને ક્યારે મુક્તિ મળશે?” આંબલીના વૃક્ષ નીચે તપ કરનાર તપસ્વીએ આતુરતાથી પૂછયું.
ભાઈ! સાત જન્મ પછી મુક્તિ પામનાર તપસ્વી તપ છોડીને નાઠો. ત્યાં તારી તે વાત જ કયાં કરવી?'
પ્રભુ! તેય કહે તે ખરા, મને કયારે મુક્તિ મળશે?
ભાઈ! તને શું કહું? આ આંબલી પર જેટલાં પાંદડા . છે એટલા જન્મ પછી તને મુક્તિ મળશે !'
“ “શું કહે છે? એટલા જન્મ પછી મને મુક્તિ તે અવશ્ય મળશે ને? કહો તે ખરા, નારદજી આ વાત સત્ય છે ને ?'