________________
સાધના વિધિ-વિધાન
૧૭૩ અવસ્થા નિર્વિક્વલ્પ સમાધિ કે સવિકલ્પને સમાધિને સાધ્ય કરી. શકે છે. સિદ્ધિઓ તે સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગમાં વિનભૂત, બાધારૂપ છે. સાધક એના ચક્રમાં પડીને જુદી, જુદી કામનાઓમાં આસક્ત થઈને યોગભ્રષ્ટ થાય છે, એટલું જ નહિ. પણ, એ સિદ્ધિઓના દુરુપયોગથી મનની અતિ, નિકૃષ્ટ પ્રવૃત્તિ થાય અને ઈન્દ્રિય સુખને આધીન થઈને, પિતાને સ્વાર્થ સાધવા માટે બીજા લેકેનું અહિત કરવા તૈયાર થાય અને અંતે પિતાનું પણ અધ:પતન થાય. પરિણામે તેને પ્રાપ્ત થયેલ સર્વ શક્તિઓ નાશ પામે. સાચા સાધકેએ સિદ્ધિઓના પ્રભનથી સર્વદા દૂર રહેવું જોઈએ. તે જ તેને વિકાસ થાય.
- અંતમાં એટલું જ લખવાનું છે કે સાધકે સાધના કરતાં કદાપિ પિતાના ધર્મને ત્યાગવું ન જોઈએ. અટલ શ્રદ્ધાથી અને શૈર્યથી જરૂર વિકાસ થશે જ એવો આગ્રહ રાખીને આગળ વધવું પણ ધૈર્ય ત્યાગીને નિરાશ થઈને સાધન છેડવું નહિ. તે ઉપર દષ્ટાંત કહે છે કે વૈર્યને ફળ મીઠાં જ હોય છે.
એક સમયે નારદજી ફરતા, ફરતા વનપ્રદેશમાં ગયા. ત્યાં બે તપસ્વીઓ જુદા, જુદા વૃક્ષ નીચે તપ કરતા હતા. નારદજીને જોઈને બંને તપસ્વીઓએ કહ્યું કે, “તમે શ્રીકૃષ્ણ ભગવાન પાસે જાઓ તો અમારા વતી પૂછશે કે, અમને મુક્તિ ક્યારે મળશે?'
નારદજી કેટલાક સમય પછી તે જ પ્રદેશમાં ફરીવાર આવ્યા અને બંને તપસ્વીઓને પોતાની પાસે લાવીને પૂછયું : - કહે પીપળાના વૃક્ષ નીચે બેસીને કેરું તપ કરે છે?”