________________
સાધના વિધિ-વિધાન
૧૬૭
તે પ્રમાણે જેએ જપમાં સિદ્ધ થાય, તેમના પ્રત્યેક વાસાશ્વાસની સાથે આપે!આપ જ જપ થયા કરે. પ્રયત્ન કરીને કરવા પડે નહિ. આને અજપાજપ કહે. અભ્યાસના પરિણામે જપમાં મન દૃઢ થવાને લીધે તેમની એવી અવસ્થા થાય કે તેઓ બહાર વાતચીત કે કામકાજ કર્યાં કરે તે પણ તેમના અંતરમાં ઈષ્ટમ`ત્ર નિરંતર ગૂંજ્યા કરે.
7
“ યાનસિદ્ધ જેહ દાસ, મુક્તિ તેની
પાસ.
ܕܕ
સાધનાની સિદ્ધિનું પ્રથમ લક્ષણ એ છે કે હું અવશ્ય સફળ થઈશ એવી શ્રદ્ધા, ખીજું શ્રદ્ધાપૂવ કની સાધના, ત્રીજું ગુરુસેવા, ચેાથું સમતા, પાંચમુ' ઇન્દ્રિયનિગ્રહ અને છઠ્ઠું છે પરિમિત આઠુાર, વિહાર આટલું ખરાબર થાય તે સાધનમાં સફળતા મળે. મુમુક્ષુઓએ આ ઉપરાકત ગુણેાને ધારીને જ સાધના કરવી જોઈએ.
મનને વશ કરવા જેવું કઠણ કામ ખીજું કોઈ નથી. જ્ઞાની પુરુષાએ કહ્યું છે કે—‹ કોઈ કદાચ સાત સમુદ્ર ભુજ બળ વડે તરીને પાર કરે, સમગ્ર વાયુમંડળને સેાષી શકે, પહાડાના દડા બનાવી રમી શકે, પરંતુ ચંચળ મનને વશ કરવાનું કાય એ બધા કરતાંય અસાધ્ય.” પરંતુ તેમ છતાં ડરવાનુ` કે નિરાશ થવાનુ` કશુ કારણ નથી. વીર સાધક ખૂબ ખંત અને દૃઢ સ’કલ્પની સાથે પ્રભુ પર વિશ્વાસ રાખીને અને પોતાનુ અહે મળ ત્યાગીને તનતોડ પ્રયાસ અને સાધના કરે તે પ્રભુની કૃપાથી અસાધ્ય સાધના પણ સાધ્ય થાય.