________________
૧૬૬
મત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય થોડાક દિવસ જપ ધ્યાન કરીને એમ ન માની બેસે કે, આટલું બધું તે સાધન કર્યું પણ કાંઈ વળ્યું નહિ! જે લાંબા સમય સુધી જપ વગેરે સાધન કરવા છતાં આધ્યાત્મિક ઉન્નતિ ન થાય, તો જાણજો કે ક્યાંક ભૂલ છે,
ક્યાંક ફોટ કે કશું છે કે જ્યાંથી સાધન બહાર નીકળી જાય છે. પિતાની અંદર શોધતાં, શેધતાં એ શેાધી કાઢો અને એને બંધ કરો. તે પછી હૃદયરૂપ ઘડે ધીરે, ધીરે ભરાશે. અંતર શકિત અને આનંદથી ભરાઈ જશે. હું આટલું કરું છું, આવી ઉત્કૃષ્ટ સાધના કરું છું, એવું બધું માનવું, વિચારવું એ મૂઢતા, અહંકારની નિશાની છે. ઊલટા એમ વિચાર કરજો કે, “હું ગમે તેટલું કરું ને, પણ પ્રભુ! તમારાં દર્શને પામવાને હિસાબે તે એ વળી કેટલુંક? મારા પિતામાં તે વળી કઈ શક્તિ છે કે તેને જોરે હું તમને પામી શકું ? તમે પિતે જે દયા કરીને મારા ઉપર કૃપા કરો. તે જ બને. મારે તે બીજે ઉપાય જ નથી. હું તમારે શરણાગત. તમે પોતે જ મારું રક્ષણ કરે, અને મને ભવબંધનથી છોડા, મુક્ત કરે, હે પ્રભે!”
ધ્યાન જપને અભ્યાસ સર્વ સમયે, સર્વ જગ્યાએ અને સર્વ અવસ્થાઓમાં કરી શકાય. ધ્યાનસિદ્ધિ પુરુષે પોતાના મનને પિતાની અંદર સમેટી લઈને, માણસેના કોલાહલની વચ્ચે પણ એવા એકાંતને અનુભવ કરે છે, કઈ રીતે તેમની - એકાગ્રતામાં ખલેલ પહોંચે નહિ. તેઓ સુખ-દુઃખે, સંપત્તિ
વિપત્તિમાં, નિંદા-સ્તુતિમાં સમાનભાવે રહે. તેમને જ ગીતામાં સ્થિતજ્ઞ, બહ્મણ મુનિ કહેવામાં આવ્યા છે.