________________
૧ ૬૮
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય - તમને રુચે એ નામથી પ્રભુને પોકારે. એને માટે વિવાદને સ્થાન નથી. માત્ર પ્રભુનું નામ જપવાથી સર્વ ઈચ્છા પૂર્ણ થઈ શકે અને તેમને પ્રાપ્ત કરી શકાય. જપાત્ સિદ્ધિ.”
પ્રભુના નામને એવો અપાર મહિમા છે કે તેમનું નામ લેવાથી પાપી, તાપી, પાંખડીઓને સુદ્ધાંને ઉદ્ધાર થઈ જાય. હે પ્રલે ! ભક્તિહીનેને નામમાં રૂચિ થાય અને વિષયમાં અરુચિ થાય. અરે ! બીજી કઈ મેટી સાધના કરી ન શકો તે ઓછામાં ઓછું પરમાત્માનું નામ સ્મરણ તે કર્યું જાઓ, તેમની પાસે વ્યાકુળ થઈને પ્રાર્થના કરે તે મન શુદ્ધ થઈને બળવાન બનશે, મન શાંત થશે અને પ્રભુકૃપાથી ગ્ય સમયે પ્રભુની પ્રેમભકિતના અધિકારી બનશે.
તપસ્યા ત્રણ જાતની-કાયિક, વાચિક, માનસિક-વ્રત વગેરે અને રેગીઓની, વૃદ્ધોની, અપંગોની સેવા વગેરે કાયિક તપસ્યા, સત્યનું પાલન કરવું એ વાણીની તપસ્યા, ઈન્દ્રિયસંયમ અને મનને સંયમ કરવાની સાધના એ માનસિક તપસ્યા. જેને પરમાર્થ સાધવાની ઈચ્છા હોય તેમણે ઉપરોક્ત તપસ્યા, અવશ્ય કરવી.
જે કોઈ દરવાજો બંધ કરીને સૂતેલું હોય, તે તેનું નામ લઈને દરવાજે ધકકા મારીએ તે એ જેમ જાગૃત થઈને -- હોકારે આપે અને દરવાજો ઊઘાડીને દર્શન આપે, તેવી રીતે
સરળ હદયે, વિશ્વાસ અને શ્રદ્ધાપૂર્વક પ્રેમ સહિત ઈષ્ટ મંત્રને જપ અને સાધના કરવાથી સર્વ જીવોના હૃદયમાં રહેલા