________________
મંત્રોપાસના
૧૨૭
કેઈને અતિ અલ્પ સમયમાં અને કેઈને વિલંબથી. ગમે તેમ પણ એ વાણી સ્પષ્ટરૂપે સંભળાય છે એમાં જરા પણ સંશય નથી. માત્ર તે માટે થોડો પ્રયત્ન કરે જોઈએ.
અમેરિકાની મિસિસ એ. હનુઆરીએ પિતાના “એકાગ્રતા અને દિવ્ય શક્તિ” નામના પુસ્તકમાં એ વિષય સુંદર રીતે સમજાવ્યું છે. એ પ્રમાણે ત્યાંની મિસિસ એલિઝાબેથ ટીનને એક અધ્યાત્મ વિષયનું માસિક પત્ર પ્રગટ કરવું હતું. તેણે નિશ્ચય કર્યો કે તે માસિકનું નામ તેણે આકાશવાણી દ્વારા જાણવું જોઈએ. તે માટે તેણે ઉપરોક્ત સાધનને પ્રયોગ કર્યો. તેણે નિશ્ચિત કરેલી તારીખ કરતાં એક દિવસ પહેલાં તેને “નાટિલસ” એ શબ્દ સ્પષ્ટ રીતે સંભળાય. તે તરત ખુરશી પરથી ઊઠીને ઊભી થઈ તેને તેનું સાધન અને દઢ નિશ્ચય સફળ થયેલા જાણી ઘણે આનંદ થયો. તેણે તે જ નામનું માસિક પ્રગટ કર્યું. તેના લાખો ગ્રાહક થયા, અને તેને અભિશય પ્રચાર થયે.
એ જ પ્રમાણે વિશ્વબંધુ સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકાની વિશ્વ ધર્મ પરિષદમાં ભારતવર્ષ તરફથી પ્રતિનિધિ તરીકે ગયા હતા, ત્યારે તેમનાં વ્યાખ્યાન પર આકર્ષિત થઈને ત્યાં અનેક સ્થળે સ્વામીજીને વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ મળતાં હતાં. કેઈ કઈ વાર તે એક દિવસમાં છ, છ વખત તેમને વ્યાખ્યાન આપવા પડતાં. આ પ્રમાણે વ્યાખ્યાન આપતા, આપતા એક માસ વ્યતીત થયે, ત્યાર બાદ તેમને વળી એક સ્થળે વ્યાખ્યાન આપવાનું આમંત્રણ મળ્યું તે સ્થળે મોટા વૈજ્ઞાનિકે, તત્વવેત્તાઓ સાંભળવા