________________
૧૨૬
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય છે. એ પ્રકાશમાં ઈષ્ટદેવનું ધ્યાન કરવાથી તેમની દિવ્ય પ્રકાશમય મૂર્તિ સ્પષ્ટ જોવામાં આવશે. એ પરથી સિદ્ધ થાય છે કે, મંત્રના જપ કરવા કરતાં ઈષ્ટદેવનું ધ્યાન કરવાથી શીઘ એકાગ્રતા સધાય છે, અને એકાગ્રતા જ સંપૂર્ણ ઈષ્ટ સિદ્ધિનું સાધન છે. મનને જપ કરવાથી મન ચંચળ થવાનો સંભવ છે પણ મંત્રાક્ષ પર ત્રાટક કરવાથી મન શીધ્ર એકાગ્ર થાય છે. આ ઉપરથી એમ ન સમજવું કે મંત્ર જપ ન કરવો. પરંતુ જપ કરતાં ધ્યાન, માનસ જપ કરે એ અનેકગણું અધિક શ્રેષ્ઠ છે. મૂળ મુદ્દો તો મનને એકાગ્ર કરવાનું જ છે. મનની એકાગ્રતા વિના કેઈ કાર્ય સિદ્ધ થતું નથી. માટે એકાગ્રતા જેના વડે સધાય તે જ ઉત્તમ ઉપાય સમજ. એકાગ્રતા વડે જ સિદ્ધિ થાય છે એ સાધકે સદા ધ્યાનમાં રાખવું જોઈએ.
- આકાશવાણી જ્યારે મંત્ર જપ કરતાં, કરતાં મનની એકાગ્રતા સધાય છે, ત્યારે તે સાધકને જે કઈ આપત્તિમાંથી મુક્ત થવાને માર્ગ જાણ હોય અથવા કોઈ પ્રશ્ન એ હોય કે જેને ઉકેલ બુદ્ધિમાન મનુષ્ય પણ કરી શકતું ન હોય, એવા પ્રશ્નને ઉત્તર મેળવ હોય, તો તે માટે તે સાધકે નીચે બતાવ્યા પ્રમાણે પ્રગ કર. કોઈ એકાંત સ્થાનમાં બેસીને કે સૂઈને જે પ્રશ્નને
ઉત્તર જાણ હોય તે પ્રશ્નને મનમાં બેલા. એ સમયે મનને - બિલકુલ નિઃસંકલ્પ અવસ્થામાં રાખવું. જાણે તમે કોઈ મહત્વની વાત પર ધ્યાન આપીને, શાંત ચિત્તે સાંભળતા છે, તે પ્રમાણે તમારા પ્રશ્નનો ઉત્તર સાંભળવામાં તમારું સર્વ લક્ષ આપે. એટલું અનુભવ સિદ્ધ છે કે, પ્રકૃતિ અને અધિકાર ભેદને લીધે