________________
૧૨૮
મવિજ્ઞાન અને સાધના રહસ્ય
આવવાના હતા. એ વખતે સ્વામીજી ઊંડા વિચારમાં પડયા. અને વિચાર કરવા લાગ્યા કે “આજ દિવસ સુધી સારા, સારા મહત્ત્વનાં સર્વ વિષયેા પર વ્યાખ્યાન આપ્યાં છે. હવે કયા વિષય પર વ્યાખ્યાન આપવું, જે અપૂર્વ હાય, શ્રોતાએ પર તેનેા સુંદર પ્રભાવ પડે.' એવા વિચાર કરતાં, કરતાં તેમને નિદ્રા આવી ગઈ. ઘેાડી વાર પછી તેમને એક દૃશ્ય દેખાયુ; તેમાં તેમણે જોયું કે ઘણાં મનુષ્યની એક સભા ભરાઈ છે. તેમાં એક દિવ્ય વિભૂતિમાન પુરુષ ઊંચા મંચ ( સ્ટેજ ) પર ઊભા રહીને ઉચ્ચ અને સ્પષ્ટ શબ્દોમાં વ્યાખ્યાન આપે છે. સ્વામીજીએ પણ તે વ્યાખ્યાન સાંભળ્યું અને અંતે તાળિએના વિને થવાથી સ્વામીજીની નિદ્રા ભંગ થઈ. તેઓ ઘણા પ્રસન્ન થયા. નિદ્રાવસ્થામાં સાંભળેલ વ્યાખ્યાનના વિષય તેમની સ્મૃતિમાં અક્ષરશઃ યાદ હતા. તેમણે તુરત જ તેમાંના મહત્ત્વના વિષયની નોંધ કરી લીધી. અને બીજે દિવસે તે જ વિષય પર વ્યાખ્યાન આપ્યું. તે દિવસનું વ્યાખ્યાન પહેલાંનાં એક મહિનાનાં વ્યાખ્યાના કરતાં અનેકગણું અતિ પ્રભાવશાળી હતુ. શ્રોતાઓ અતિ પ્રસન્ન થયા. સ્વામીજીની વિદ્વત્તા પર
મુગ્ધ બન્યા.
આ સાધના કરવાના સમય ખાસ કરીને રાત્રિના ખાર વાગ્યાથી ચાર વાગતા સુધીને બહુ ઉત્તમ છે. એ સમયે સર્વત્ર શાંતિ હાય છે. તેથી ચિત્ત એકાગ્ર જલદ્દી થઈ શકે છે. એ સમયે જે, જે સાધન કરવામાં આવે છે, તે સત્વર સિદ્ધ થાય છે. એક વખત સાધન સિદ્ધ થયા પછી ગમે