________________
ઈશુ પહેલાંની છઠ્ઠી સદીના ધમસંપ્રદાયા
સ
આજે તે ઘણી વાર હિંદુઓમાં જ તેમના સમાવેશ કરવામાં આવે છે. તેમણે કાઠિયાવાડમાં, અને રજપૂતાનામાં આખુ પહાડ ઉપર સુંદર મંદિરે બંધાવ્યાં છે. અહિંસા ઉપર તેમની ભારે શ્રદ્ધા છે અને કાઈ પણ વને ઈજા થાય એવું કઈ પણ કરવાની તેઓ વિરુદ્ધ છે. આ સબધમાં તને એ જાણીને આનંદ થશે કે પાથૅગેારાસ ચુસ્ત શાકાહારી હતા અને પોતાના બધા શિષ્યા પણ શાકાહારી હોવા જોઈએ એવા આગ્રહ રાખતા હતા.
હવે આપણે ગાતમ બુદ્ધ ઉપર આવીએ. એ તે તું જાણે જ છે કે તે જાતે ક્ષત્રિય હતા, રાજકુમાર હતા અને સિદ્ધા તેમનું નામ હતું. એમની માનું નામ માયાદેવી હતું. એક પ્રાચીન ગ્રંથમાં એને વિષે લખ્યું છે કે, ચંદ્રલેખાની જેમ બધા લેાકેા એને ભાવથી પૂજતા. વસુંધરા જેવી અચળ અને દૃઢ સંકલ્પવાળી તથા કમળ જેવા નિર્મળ હૈયવાળી એ મહારાણી માયાદેવી હતી.’ સિદ્ધાને તેનાં માપતાએ એશઆરામ અને વૈભવમાં ઉછેર્યાં તથા દુ:ખ કે આપત્તિના હરેક પ્રસંગથી તેને અળગા રાખવાને સતત પ્રયત્ન કર્યાં. પરંતુ તેને એમ અળગા રાખવાનું અશકય હતું. એમ કહેવાય છે કે ગરીબી, દુઃખ અને મરણના પ્રસંગે તેના જોવામાં આવ્યા અને એ દર્શીનની તેના ઉપર ભારે અસર થઈ. આ પછી તેને એના મહેલમાં શાંતિ ન વળી, અને તેની આસપાસના વૈભવે તથા જેના ઉપર તેને અતિશય પ્રેમ હતા તે તેની સ્વરૂપવાન તરુણ પત્ની પણ પીડિત માનવજાતના વિચારમાંથી તેના મનને પાછું ન વાળી શક્યાં. પીડાતી માનવજાતિ માટેની તેની ચિંતા વધારે ને વધારે તીવ્ર અને તેના ઉપાય શેાધી કાઢવાને તેને સંકલ્પ વધારે ને વધારે દૃઢ થતા ગયા. તે એટલે સુધી કે પોતાના મહેલમાં રહેવું તેને અસહ્ય થઈ પડયુ અને એક દિવસ રાત્રિના નીરવ અંધકારમાં રાજમહેલ તથા પેાતાનાં પ્રિય સ્વજનેાને છેડીને તેના મનને સતાપતા પ્રશ્નોના જવાબ શોધવા માટે તે વિશાળ દુનિયામાં એકાકી નીકળી પડ્યો. એ પ્રશ્નોના જવાબની શોધ અતિશય લાંખી અને વિકટ હતી. એમ કહેવાય છે કે, આખરે, ઘણાં વર્ષો પછી ગયામાં એક પીપળાના ઝાડ નીચે તે બેઠા હતા ત્યારે ગીતમને જ્ઞાનપ્રાપ્તિ થઈ અને તે ખુદ્ધ અથવા જ્ઞાની થયા. અને જે ઝાડ નીચે તે ખેડા હતા તે એધિવૃક્ષ ’ અથવા જ્ઞાનનું ઝાડ કહેવાયું. પ્રાચીન કાશી નગરીની છાયામાં આવેલા સારનાથના - જે તે વખતે ઋષિપત્તન
6
C
કહેવાતું — · ડિયર પાર્ક' આગળ તેમણે પેાતાના ઉપદેશ શરૂ કર્યાં.
ન