________________
ક
જગતના ઇતિહાસનુ” રેખાદર્શન
તેમણે જગતને સદાચારી જીવનના રાહ બતાવ્યા. જેમાં દેવાને પશુઓની તેમજ વિવિધ પ્રકારના પદાર્થાની આહુતિ આપવામાં આવતી હતી તે બધા યજ્ઞાને તેમણે વખાડી કાઢવા અને જણાવ્યું કે એને બદલે આપણે ક્રોધ, તિરસ્કાર, અસૂયા અને કુવિચારોની આહુતિ આપવી જોઈ એ.
બુદ્ધના જન્મ સમયે હિંદુસ્તાનમાં પુરાણા વૈદિક ધર્મ પ્રચલિત હતા. પરંતુ તે સમયે એના મૂળ સ્વરૂપમાં ઘણું પરિવર્તન થયું હતું અને તે પોતાની ઉચ્ચ ભૂમિકા ઉપરથી નીચે પડ્યો હતો. બ્રાહ્મણ પુરાહિતાએ તેમાં અનેક પ્રકારનાં વિધિ, પૂજા અને વહેમે દાખલ કર્યાં હતાં, કેમકે પૂજાના કમ કાંડનું પ્રમાણ વધે તેમ પુરાહિત વર્ગ વધારે સમૃદ્ધ થાય. જ્ઞાતિનાં બંધને વધારે જડ થતાં જતાં હતાં અને સામાન્ય લોકા શુકન-અપશુકન, મંત્રજંત્ર તથા ભૂતપ્રેતના વહેમોથી ડરતા હતા. આ બધી રીતેથી પુરોહિતોએ આમપ્રજાને પોતાના કાબૂમાં લીધી અને ક્ષત્રિય રાજકર્તાઓની સત્તાને સામનેા કર્યાં. આ રીતે ક્ષત્રિયા અને બ્રાહ્મણા વચ્ચે તે સમયે હરીફાઈ ચાલતી હતી. મુદ્દ એક મહાન લેાકસુધારક તરીકે બહાર પડયા અને તેમણે પુરહિતોના આ જુલમા તથા પુરાણા વૈદિક ધર્મમાં પેસી ગયેલાં અનિષ્ટો ઉપર પ્રહારો કર્યાં. તેમણે પૂજા અને એવા બીજા વિધિ કરવાને બદલે લેાકેા સદાચારી જીવન ગાળે અને સારાં કાર્યાં કરે એ વાત પર ભાર મૂક્યો. તેમણે ઔદ્ધ ધર્મ પાળનારાં ભિક્ષુ અને ભિક્ષુણીઓને એક સંધ પણ સ્થાપ્યો.
Ο
થાડા વખત સુધી તે હિંદુસ્તાનમાં ઔદ્ધ ધર્મને ધર્મ તરીકે બહુ ફેલાવા ન થયા. પછીથી તે કેવી રીતે ફેલાયા અને છેવટે હિંદુસ્તાનમાં એક જુદા ધર્મ તરીકે કેમ નષ્ટ થયે તે આપણે હવે પછી જોઈશું. લંકાથી માંડીને ચીન સુધીના દૂર દૂરના દેશામાં એ ધમ ફાલ્યાફૂલ્યા પણ તેના જન્મસ્થાન હિંદુસ્તાનમાં તે તે ફરીથી બ્રાહ્મણધમ અથવા હિં દુધ માં જ સમાઈ ગયા. પરંતુ બ્રાહ્મણધમ ઉપર એની ભારે અસર થઈ અને તેને તેણે કેટલાક વહેમ અને ક્રિયાકાંડમાંથી મુક્ત કર્યાં. આજે દુનિયાની વસ્તીના સૌથી મોટા ભાગ ૌદ્ધ ધર્મ પાળે છે. ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ અને હિંદુ ધર્મ પાળનારાઓનું પ્રમાણ પણ ઘણું મોટું છે. આ ઉપરાંત યહૂદી, શીખ, પારસી તેમજ બીજા પણ કેટલાક ભિન્ન ભિન્ન ધર્યાં છે. ધમ અને ધર્મ સસ્થાપકાએ દુનિયાના ઇતિહાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે અને ઇતિહાસના