________________
૬૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન
પાથૅગારાસ થઈ ગયા. પહેલાં પણ તે આ નામેા તે સાંભળ્યાં હશે જ. કદાચ તે તે ખીજા સબંધમાં સાંભળ્યાં હશે. નિશાળે જતા દરેક સામાન્ય છેકરા કે છેકરી તો પાર્થેગેારાસને ભૂમિતિના એક પ્રમેયની સાબિતી શેાધનાર તરીકે જ ઓળખે છે. એ પ્રમેય કમનસીબે આજે તેમને શીખવા પડે છે! એકાટખૂણત્રિકાની ભુજાઓ ઉપરના સમચારસાને લગતા છે. અને તે યુક્લિડની અથવા તા ખીજી કાઈ પણ ભૂમિતિની ચાપડીમાં હોય છે. પરંતુ પાથૅગારાસ ભૂમિતિની એ શોધ કરનાર ઉપરાંત એક સમર્થ તત્ત્વચિંતક પણ ગણાય છે. એને વિષે આપણને બહુ માહિતી મળતી નથી અને કેટલાક લેાકેા તા એવા કેાઈ પુરુષ થઈ ગયા હતા કે કેમ એ વિષે પણ શંકાશીલ છે !
ઈરાનના જરથુષ્ટ્ર જરથુાસ્તી ધર્મના સંસ્થાપક મનાય છે. પરંતુ એમને જરથુાસ્તી ધર્મના આદ્ય સંસ્થાપક ગણી શકાય કે કેમ એ હું ખાતરીપૂર્વક કહી શકું એમ નથી. ઈરાનનાં પુરાણા ધર્મ અને તત્ત્વજ્ઞાનને તેમણે નવી દિશા અને નવું રૂપ આપ્યું એમ કહેવું કદાચ વધારે ઉચિત ગણાય. ઘણા લાંબા સમયથી ઈરાનમાંથી તે જરથુષ્ટ્રને ધમ લગભગ નિમૂળ થઈ ગયા છે. ઘણા લાંબા સમય ઉપર પારસી ઈરાન છેડીને હિંદુમાં આવ્યા હતા અને પોતાના એ ધમ તેએ અહીં લાવ્યા હતા. ત્યારથી આજ પર્યંત તે એ ધમ પાળે છે.
આ અરસામાં ચીનમાં કૉન્ફ્રશિયસ અને લાઓત્સે નામના મહાપુરુષો થઈ ગયા. કોન્ફ્રેશિયસનું નામ કોંગ કુસ્સે એમ લખવું વધારે સાચું છે. ધર્મ શબ્દના પ્રચલિત અર્થાંમાં આ બેમાંથી એકેને ધર્મ સંસ્થાપક ન કહી શકાય. તેમણે તે માણસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈ એ તેનાં નૈતિક અને સામાજિક ધારણા ઘડી આપ્યાં છે. પરંતુ તેમના મૃત્યુ પછી ચીનમાં લેાકેાએ તેમની યાદગીરીમાં અસંખ્ય મંદિરો બાંધ્યાં છે અને હિંદુએ વેદને અને ખ્રિસ્તી બાઈબલને જેટલાં પૂજ્ય ગણે છે તેટલાં જ પૂજ્ય ચીની લોકા તેમનાં પુસ્તકાને ગણે છે. કાન્ડ્રૂશિયસના ઉપદેશનું એક પરિણામ એ આવ્યું કે ચીની લોકા દુનિયામાં સૈાથી વધારે વિનયી, શિષ્ટ અને સ ંસ્કારી બન્યા.
હિંદુસ્તાનમાં બુદ્ધ અને મહાવીર થઈ ગયા. મહાવીરે આજે પ્રચલિત છે તે જૈન ધર્મ ચલાવ્યેા. તેમનું સાચુ નામ વમાન હતું. મહાવીર નામ એમની મહત્તા દર્શાવવા આપવામાં આવ્યું હતું. જૈન લેાકા માટે ભાગે પશ્ચિમ હિંદ અને કાયિાવાડમાં વસે છે, અને