________________
૧૪ ઈશુ પહેલાંની છઠ્ઠી સદીના ધર્મસંપ્રદાય
૨૦ જાન્યુઆરી, ૧૯૩૧ ઈતિહાસની લાંબી મજલ ઉપર આપણે હવે આગળ ચાલીએ. આજથી પચીસ વર્ષ પૂર્વે સુધીની એક મોટી મજલે આપણે પૂરી કરી છે. બીજી રીતે કહીએ તે ઈશુ પહેલાંની છઠ્ઠી સદીના સમય સુધી આપણે આવી પહોંચ્યાં. પણ આ કોઈ ચોક્કસ તારીખ છે એમ ન સમજીશ. હું તે માત્ર અડસટ્ટે સમયને અંદાજ આપું છું. એ અરસામાં ચીનથી માંડીને હિંદુસ્તાન, ઈરાન અને ગ્રીસ સુધીના જુદા જુદા દેશોમાં મહાન પુરષો, મોટા મોટા તત્વચિંતક અને ધર્મસંસ્થાપકે થયેલા આપણને જણાય છે. એ બધા મહાપુરુષ સમયના એક જ ગાળામાં થઈ ગયા છે એવું તે નથી. પણ કાળગણનાની દૃષ્ટિએ તેઓ એકબીજાથી એટલા નિકટવર્તી હતા કે તેથી ઈશું પહેલાંની છઠ્ઠી સદીને જમાને એક ભારે યાદગાર સમય બની ગયે. એમ જણાય છે કે તે કાળમાં દુનિયાભરમાં નવા વિચારનું મેટું મોજું ફરી વળ્યું હશે – વર્તમાન પરિસ્થિતિ વિષે લોકોમાં અસંતોષ જાગે હશે અને કંઈક એથી સારી સ્થિતિ પ્રાપ્ત કરવાની આશા અને આકાંક્ષા જન્મી હશે. તારે એ યાદ રાખવું જોઈએ કે મહાન ધર્મસંસ્થાપકે હમેશાં ચાલુ સ્થિતિ કરતાં કંઈક વધારે સારી સ્થિતિ નિર્માણ કરવાને પ્રયાસ કરતા હતા અને પિતાની પ્રજાને સુધારવાને તથા તેમની વિપદે ઓછી કરવાનો પ્રયત્ન કરતા હતા. તેઓ હમેશાં ક્રાંતિકાર હતા અને પ્રચલિત અનિષ્ટને વખોડી કાઢતાં જરાયે ડરતા નહિ. જે કઈ જૂની રૂઢિ કે પ્રણાલી અવળે રસ્તે ચડી ગઈ હોય અથવા તે. સમાજના ભાવિ વિકાસમાં બાધારૂપ બની હોય તેને તેઓ વિરોધ કરતા અને નિર્ભયતાથી તેને દૂર કરતા. પણ એથીયે વિશેષ તે તેમણે ઉદાત્ત જીવનનું દૃષ્ટાંત રજૂ કર્યું, જે પેઢી દર પેઢી અસંખ્ય લો માટે આદર્શરૂપ અને પ્રેરણાદાયી બન્યું.
ઈશું પહેલાંની એ છઠ્ઠી સદીમાં હિંદુસ્તાનમાં આપણું બુદ્ધ અને મહાવીર થઈ ગયા, ચીનમાં કોન્ફશિયસ અને લાઓસે થઈ ગયા, ઈરાનમાં જરથુષ્ટ થઈ ગયા તથા ગ્રીસના સેમેઝ નામના ટાપુમાં
જરથુષ્ટ્ર ઘણું કરીને ઈશુ પહેલાંની આઠમી સદીમાં થઈ ગયા હતા.