________________
૧૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન એ પણ આપણે જોયું. વધારે પ્રમાણમાં ખોરાકની વસ્તુઓ મળવાથી તેમને વધારે નવરાશ મળી અને આમ શિકાર અને ખાનપાન સિવાયની બાબતે વિષે તેઓ વિચાર કરવા લાગ્યા. વિચારના વિકાસની સાથે સાથે કળા, કારીગરી, હુન્નરે અને સામાન્ય રીતે સંસ્કૃતિની પ્રગતિ થઈ. વસતી વધતી ગઈ તેમ તેમ લેકે એકબીજાની વધારે નજદીક રહેવા લાગ્યા. લેકે નિરંતર એકબીજાને હળવાભળવા તેમજ પરસ્પર લેવડદેવડ કરવા લાગ્યા. અને લેકેએ એકત્ર રહેવું હોય તે તેમણે એકબીજાને અનુકૂળ થવું જોઈએ, તેમણે પોતાના સાથી અથવા તે પડોશીનું દિલ દુખાય એવું કરતાં અટકવું જોઈએ; નહિ તે સમાજજીવન સંભવી જ ન શકે. એક કુટુંબનું જ ઉદાહરણ લઈએ. કુટુંબ એ એક નાનકડે સમાજ જ છે અને તેની બધી વ્યકિતઓ જે એકબીજાને અનુકૂળ થાય તે જ તે સુખે રહી શકે. સામાન્ય રીતે કુટુંબમાં આમ બનવું બહુ મુશ્કેલ નથી કારણકે કુટુંબીજનેમાં એકબીજા વચ્ચે સ્નેહનું બંધન હેય છે. એમ છતાં પણ કેટલીક વાર આપણે બીજાઓ પ્રત્યે અનુકૂળ થવાનું ભૂલી જઈએ છીએ અને આપણે હજી બહુ સંસ્કારી કે સુધરેલા થયા નથી એમ બતાવી આપીએ છીએ. કુટુંબથી બહેળા સમુદાયની બાબતમાં પણ આમ જ બને છે – પછી તેમાં આપણે આપણું પડોશીઓને, આપણા નગરવાસીઓને, આપણા દેશબાંધવોને કે ઈતર દેશના લોકોને પણ સમાવેશ કરીએ. આ રીતે વસતી વધતાં જીવન પણ વધારે સામાજિક બન્યું અને પરિણામે બીજા પ્રત્યે આદર અને ઉદારતા તેમજ નિગ્રહ પણ વધ્યાં. સંસ્કૃતિ કે સભ્યતાની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે અને હું તેની વ્યાખ્યા આપવા પ્રયત્ન નહિ કરું. પરંતુ સંસ્કૃતિમાં જે ઘણી બાબતે સમાવેશ થાય છે તેમાં પિતાની જાત ઉપર નિયમન અને બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ અને ઉદારતાભર્યું વલણ એ બાબતે ખાસ અગત્યની છે એમાં સંદેહ નથી. જે કોઈ માણસમાં આત્મસંયમ અને બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ અને ઉદારતાભર્યા વલણને અભાવ હોય તો તેને કઈ પણ માણસ નિઃસંદેહ અસંસ્કારી કહી શકે.