________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન ઘણી શક્તિ પરદેશીઓ સાથેની લડાઈમાં વેડફાઈ ગઈ. પણ આમ છતાયે ઘણી શકિત બચવા પામી હતી અને તેને લીધે અનેક રચનાત્મક કાર્યો પણ થવા પામ્યાં. ખાસ કરીને દેશની કેળવણીની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફારો કરવામાં આવ્યા. શાળામાં આજે બધાં બાળકે જે મેટ્રિક પદ્ધતિ શીખે છે તે આ અરસામાં દાખલ કરવામાં આવી હતી. એ પદ્ધતિએ લંબાઈ અને વજનનાં માપ બહુ સરળ બનાવી મૂક્યાં છે. સુધરેલી દુનિયાના ઘણાખરા દેશમાં આ પદ્ધતિને સ્વીકાર કરવામાં આવ્યું છે. પરંતુ સ્થિતિચુસ્ત ઇંગ્લંડ હજી પણ યાર્ડ, ફલેંગ, પાઉંડ અને ઇંદ્રવેટ તથા એવાં બીજાં તેલ માપની પ્રાચીન તથા જરીપુરાણી થઈ ગયેલી પદ્ધતિને વળગી રહ્યું છે. હિંદુસ્તાનમાં આપણે પણ આ લંબાઈ તથા વજનનાં અટપટા માપ તથા શેર અને મણ વગેરેને ચલાવી લેવાં પડે છે.
આ “મેટ્રિક પદ્ધતિ ની પાછળ પ્રજાતંત્રનું નવું પંચાંગ પણ આવ્યું. પ્રજાતંત્ર જાહેર કરવામાં આવ્યું તે દિવસથી એટલે કે, ૧૭૯રની સાલના સપ્ટેમ્બરની રરમી તારીખથી તેની શરૂઆત થતી હતી. એમાં સાત ને બદલે દસ દિવસનું અઠવાડિયું રાખવામાં આવ્યું અને દશમે દિવસે રજા રાખવામાં આવી. એમાં પણ વરસના મહિના તે બાર જ રાખવામાં આવ્યા પણ તેમનાં નામ બદલી નાખવામાં આવ્યાં. કવિ
એ તુ અનુસાર એ મહિનાઓનાં નવાં અને સુંદર નામ પાડ્યાં. જર્મનલ, ફલેરિયલ અને પ્રેરિયલ આ ત્રણ વસંત ઋતુના, મેસર, થમિંદર અને કૃદ્ધિદર એ ઉનાળાના, વન્દીમિયર, બ્રમેયર અને ક્રીમેયર એ પાનખરના, તથા નિવૃસ, સુવીઉસ અને વેતુસ એ શિયાળાના મહિનાઓનાં નામે હતાં. પ્રજાતંત્રના પતન પછી આ પચાંગ ઝાઝો સમય ટક્યું નહિ.
દરમિયાન ત્યાં આગળ ખ્રિસ્તી ધર્મ વિરુદ્ધ પ્રબળ હિલચાલ જાગી અને તેની જગ્યાએ બુદ્ધિની પૂજાની હિમાયત કરવામાં આવી. “સત્યનાં મંદિર બાંધવામાં આવ્યાં. પ્રાંતમાં પણ આ હિલચાલ બહુ ઝડપથી પ્રસરી ગઈ. ૧૭૯૭ની સાલના નવેમ્બરમાં પરીસના નેત્રદામ દેવળમાં સ્વતંત્રતા અને બુદ્ધિને ભારે મહત્સવ કરવામાં આવ્યો અને એક ખૂબસૂરત યુવતીને બુદ્ધિની દેવી તરીકે જવામાં આવી. પરંતુ રોપિયેર આવી બાબતમાં જૂના વિચારને હતે. તેને આ હિલચાલ બિલકુલ પસંદ નહતી. ડેન્ટનને પણ તે પસંદ નહતીજે કેબિનેની બનેલી જાહેર