________________
ક્રાંતિ અને પ્રતિક્રાંતિ હતા. ઍરટને કદાચ ક્રાંતિને સૌથી મહાન અને સમર્થ નાયક ગણી શકાય. શારલેતી કરદે નામની એક યુવતીએ છરો મારીને તેનું ખૂન કર્યું હતું. આગળ જેના શબ્દો મેં બે વાર ટાંક્યા છે તે ડેન્ટન સિંહના જે છાતીવાળો હતો. વળી તે સમર્થ અને કપ્રિય વક્તા પણ હતો. પરંતુ તે પણ ગિલેટીનનો ભોગ બન્યા હતા. આ બધામાં રેસ્પિયેર સૌથી વિશેષ નામીચો છે. તે જેકેબિને નેતા હતે. અને કેરના અમલના અરસામાં તે તે રાષ્ટ્રીય સંમેલનનો લગભગ સરમુખત્યાર બની ગયું હતું. તે લેકમાનસમાં કેરના મૂર્તિમંત સ્વરૂપ સમાન બની ગ છે અને તેને વિચાર કરતાં ઘણું લેકેને આજે પણ કંપારી છૂટે છે. આમ છતાયે એની પ્રામાણિકતા અને સ્વદેશભક્તિ અપ્રતિમ હતાં એ વિષે લેશ પણ શંકા નથી. કોઈ પણ ઉપાયે એને ચળાવી શકાય નહિ એવી એની ખ્યાતિ હતી. પરંતુ તેની રહેણીકરણીમાં આટલે સાદે હોવા છતાં તે અતિશય સ્વરત હતું અને જે કોઈ તેનાથી ભિન્ન મત ધરાવે તે પ્રજાતંત્ર તથા ક્રાંતિનો શત્રુ છે એવી તેની માન્યતા હોય એમ જણાય છે. તેના એક સમયના સહકાર્યકર્તા અને ક્રાંતિના મોટા મોટા અનેક નેતાઓને તેની સલાહથી રિલેટીન ઉપર ચડાવવામાં આવ્યા. પરંતુ છેવટે મૂંગે મેએ તેને વશ વર્તતું રાષ્ટ્રીય સંમેલન જ તેની સામે થઈ ગયું. જુલમગાર અને આપખુદ જાહેર કરીને તેણે તેને નિષેધ કર્યો અને તેને તથા તેની આપખુદીને અંત આણે. - ક્રાંતિના આ બધા નાયકે યુવાન માણસો હતા; વૃદ્ધોથી ભાગ્યે જ ક્રાંતિ કરી શકાય છે. એમાંના ઘણા નેતાઓનું મહત્ત્વ નથી એમ નથી, પરંતુ ક્રાંતિની મહાન ઘટનામાં તેઓ –રોસ્પિયર સુધ્ધાં પ્રધાન ભાગ ભજવતા નથી. ક્રાંતિની વિરાટ ઘટનાની સામે એ બધા ક્ષુલ્લક દેખાય છે, કેમ કે, ક્રાંતિ કંઈ તેમણે પેદા કરી હતી, તેમ જ તેનું નિયમન પણ તેમના હાથમાં નહોતું. ક્રાંતિ એ તે ઈતિહાસમાં વખતેવખત થતા સામાજિક ભૂકંપમાંનો એક ભૂકંપ છે. લાંબા કાળની યાતનાઓ, આપખુદી અને સામાજિક પરિસ્થિતિ આવા ભૂકંપ માટે ધીમે ધીમે પણ અનિવાર્યપણે ભૂમિકા તૈયાર કરે છે.
પરંતુ તું એમ ન માની બેસીશ કે રાષ્ટ્રીય સંમેલને પરસ્પર ઝઘડવા અને લેકને ગિલેટીન ઉપર ચડાવવા સિવાય બીજું કશું કર્યું જ નહોતું. સાચી ક્રાંતિમાંથી અપાર શક્તિ પેદા થાય છે. આમાંની