________________
ક્રાંતિ અને પ્રતિ-ક્રાંતિ
Fo
હિત સમિતિ પણ તેની વિરુદ્ધ હતી, એટલે એ હિલચાલના આગેવાનોને પકડીને ગિલેટીન ઉપર ચડાવવામાં આવ્યા. સ્વતંત્રતા અને બુદ્ધિના મહાત્સવના જવાબરૂપે રોબુસ્પિયેરે ‘સુપ્રિમ ખીઇંગ ' એટલે કે, ‘પરમ સત્ત્વ’ તો મહેત્સવ કરવાની યોજના કરી. રાષ્ટ્રીય સ ંમેલનમાં એ વિષે મત લઈ તે એવા નિણૅય કરવામાં આવ્યો કે ક્રાંસ એક · પરમ સત્ત્વ ’માં જ શ્રદ્દા રાખે છે. આમ ધીમે ધીમે રેમન કૅથલિક સપ્રદાયના ભાવ વધવા લાગ્યા.
*
પૅરીસના કામ્બૂન તથા તેના વિભાગોને કચરી નાખ્યા પછી સ્થિતિ બહુ ઝપાટાભેર બગડવા લાગી. જૈકાબને સંપૂર્ણ સત્તાધારી બન્યા હતા. રાજ્યતંત્ર ઉપર પણ તેમને કાબૂ હતા. પરંતુ હવે તે માંહેમાંહે લડવા લાગ્યા હતા. સ્વતંત્રતા અને બુદ્ધિના મહત્સવ ઊજવવામાં આગળ પડતા ભાગ લેનાર હીબત તથા તેના પક્ષકારને ગિલોટીન ઉપર ચડાવવામાં આવ્યા તે સમયે જૅકેાબિન પક્ષમાં મોટું ભંગાણ પડયું. એમના પછી ફેત્રે દિ ઇગ્લેટાઈનને વારો આવ્યો. અને ૧૭૯૪ની સાલમાં આટલા બધા લેાકાને ગિલેટીન ઉપર ચડાવવા સામે ડૅન્ટન અને કૅમીઈલ દેપ્સ્યૂલીને રાસ્પિયર આગળ વિરોધ ઉડ્ડાવ્યો ત્યારે તેમને પણ ગિલેટીન ઉપર વધેરવામાં આવ્યા. ૧૭૯૪ના એપ્રિલમાં ડૅન્ટનની કતલ કરવામાં આવી એ પૅરીસ તેમ જ પ્રાંતાના લકાને માટે ક્રાંતિને અંત આવ્યા સમાન હતું. રખેને લેાકેા વચ્ચે પડે એટલા ખાતર ડૅન્ટનની કતલ ઉતાવળથી કરી નાખવામાં આવી હતી. ક્રાંતિના નરકેસરી પડયો અને હવે એક નાનકડી ટોળકીના હાથમાં સત્તાનાં સૂત્રેા આવ્યાં. લેકે સાથેના તેના સંપર્ક તૂટી ગયા હતા અને ચોમેર હવે એના શત્રુ પેદા થયા હતા, એટલે જ્યાં ત્યાં એ ટોળકીની નજરે દ્રોહ દેખાવા લાગ્યે એટલે કરતા અમલ વધારે ઉગ્ર બનાવવા સિવાય પેાતાને ઉગારવાને ખીજો ઉપાય તેને જડ્યો નહિ.
"
આમ કરવું જોર વધ્યું અને ગુનેગારોને ગિલોટીન આગળ લઈ જનાર ગાડામાં હવે સજા પામેલાઓની ભીડ વધારે થવા લાગી. જૂન માસમાં એક નવા કાયદા કરવામાં આવ્યો જેને ૨૨મી પ્રેરિયલ ’ (પ્રજાત ંત્રતા નવા પંચાગના મહિના )ના કાયદા કહેવામાં આવે છે. એ કાયદામાં ખોટી ખબરો ફેલાવવી, લકામાં ભાગલા પાડવા અથવા તેમનામાં ખળભળાટ પેદા કરવા, નીતિનાં બંધને શિથિલ કરવાં તથા જનતાના ઈમાનને દૂષિત કરવું વગેરે વસ્તુઓને માતની સજાપાત્ર ગુનાઓ લેખવામાં