________________
૧૩૮ જગતના ઈતિહાસનું રેખાદર્શન ચલાવવામાં આવ્યું, તેને મતની શિક્ષા ફરમાવવામાં આવી અને ૧૭૯૭ના જાન્યુઆરીની ૨૧મી તારીખે રાજાશાહીના દોષની કિંમત તેને પિતાના શિર સાટે ચૂકવવી પડી. તેને “ગિલેટીન” કરવામાં આવ્યા એટલે કે એ નામના યંત્રથી તેને શિરચ્છેદ કરવામાં આવ્યું. ફ્રાંસની જનતા હવે પીછેહઠ કરી શકે એમ નહોતું. તેણે આખરી પગલું ભરીને યુરોપના બધા રાજાઓ તથા સમ્રાટોને પડકાર કર્યો હતે. તેને હવે પાછા હઠવાપણું નહોતું અને ડેન્ટન નામના ક્રાંતિના એક મહાન નેતાએ રાજાના લેહીથી ભીંજાયેલા રિલેટીનના પગથિયા ઉપરથી તેની આસપાસ એકત્ર થયેલા માનવસમુદાયને ઉદ્દેશીને ભાષણ કરતાં યુરોપના બીજા રાજાઓને પડકાર્યા. તે બોલ્યા, “યુરોપના રાજાએ આપણી સામે પડકાર કરશે, તે આપણે એક રાજાનું માથું તેમના એ પડકારના જવાબમાં આજે જ તેમની સામે ફેંકીએ છીએ.