________________
ક્રાંસની ક્રાંતિ વખતમાં જનતા સામે લશ્કરી કાયદો જાહેર કરવા માટે સત્તાધીશોને એ વાવટે હતે. હું ધારું છું કે – જે કે મને એની પૂરેપૂરી ખાતરી નથી – પેરીસ કોમ્યુને એને ઉપયોગ કર્યો એ જનતા તરફથી કરવામાં આવેલ એ વાવટાને પહેલવહેલે ઉપગ હતે; અને એ કારણે જ ધીમે ધીમે તે બધા મજૂરને વાવ બની ગયે.
પરંતુ રાજાને પદભ્રષ્ટ કરી તેને કેદ કરવાથી જ વાત અટકી નહિ. વીસ અંગ રક્ષકોએ કરેલા ગોળીબારથી તથા તેને પરિણામે અસંખ્ય લોકે મરણ પામ્યા હતા તેથી પેરીસના લેકે અતિશય ઉશ્કેરાઈ ગયા હતા. વળી, જાસૂસે અને દેશદ્રોહીઓને તેમને ભારે ડર હતો તથા તેમના ઉપર તેઓ અતિશય કોપાયમાન થયા હતા, એટલે તેમનો જે લેકે પર શક હતા તેમને પકડી પકડીને તેમણે જેલ ભરવા માંડી. આ રીતે પકડવામાં આવેલામાંના ઘણા ગુનેગાર હતા એમાં લેશમાત્ર પણ શંકા નથી, પરંતુ સાથે સાથે નિર્દોષ માણસને પણ પકડીને જેલમાં પૂરવામાં આવ્યા. થડા દિવસ પછી લોકોમાં ફરીથી ભીષણ આગનું ભેજું ફરી વળ્યું. તેમણે કેદીઓને જેલમાંથી બહાર કાઢ્યો અને નામને મુકદ્દમો ચલાવીને તેમનામાંના ઘણાખરાને મારી નાખ્યા. આ “સપ્ટેમ્બરને હત્યાકાંડમાં (એ બનાવ એ નામથી ઓળખાય છે) હજાર કરતાં પણ વધારે માણસની કતલ કરવામાં આવી. પૅરીસનાં ટોળાંએ મોટા પાયા ઉપર આ પહેલવહેલી વખત લેહી ચાખ્યું. એમની તરસ છિપાવવા માટે આગળ ઉપર હજી તે ઘણું લેહી વહેવાનું હતું.
આ સપ્ટેમ્બર માસમાં જ ફ્રાંસના સૈન્ય ઓસ્ટ્રિયા અને પ્રશિયાનાં હુમલો કરનાર સૈન્ય ઉપર પહેલવહેલે વિજય મેળવ્યો. આ વિજય વિભીની નાનીશી લડાઈમાં મળે. આ લડાઈ તે નાનીશી હતી પરંતુ તેનાં પરિણામે બહુ ભારે આવ્યાં, કેમ કે એ લડાઈએ કાંતિને બચાવી લીધી.
૧૭૯રના સપ્ટેમ્બરની ૨૧મી તારીખે “રાષ્ટ્રીય સંમેલન” (નેશનલ કન્વેન્શન)ની બેઠક મળી. એસેલ્ફી એટલે કે, ધારાસભાનું સ્થાન લેનાર આ નવી સભા હતી. આગળની બે સભાઓ કરતાં એ વધારે પ્રગતિકારક વલણવાળી હતી. પરંતુ કમ્યુન કરતાં તે તે પાછળ હતી. આ રાષ્ટ્રીય સંમેલને પ્રથમ કાર્ય ક્રાંસને પ્રજાતંત્ર જાહેર કરવાનું કર્યું. એ પછી તરત જ રાજા લૂઈ ઉપર કામ