________________
૧૦૨ ક્રાંતિ અને પ્રતિ-ક્રાંતિ
૧૩ ઍકબર, ૧૯૭ર રાજા લૂઈ માર્યો ગયે, પરંતુ તેના મરણ પહેલાં પણ કાંસમાં આશ્ચર્યકારક પરિવર્તન થઈ ચૂક્યું હતું. તેની પ્રજાનું લેહી ક્રાંતિની ધગશથી ઊકળી રહ્યું હતું, તેમની નસે ધમધમી રહી હતી. જ્વલંત ઉત્સાહે તેમના માનસને આવરી લીધું હતું. પ્રજાતંત્રવાદી ક્રાંસ જગતને પડકાર કરી રહ્યું હતું અને બાકીનું રાજાશાહી યુરોપ તેની સામે ખડું હતું. સ્વાતંત્ર્યના સૂર્યની દૂફ પ્રાપ્ત થવાથી દેશભક્તો કેવી રીતે ઝૂઝી શકે છે એ પ્રજાતંત્રવાદી ક્રાંસ યુરેપના આ નમાલા રાજા-મહારાજાઓને બતાવી આપવાનું હતું. તેઓ કેવળ નવી લાધેલી પિતાની સ્વતંત્રતાને માટે જ નહિ પણ રાજાઓ અને ઉમરાના દમનથી પીડાતી બીજી બધી પ્રજાને ખાતર રણે ચડ્યા હતા. ફ્રાંસની પ્રજાએ યુરોપની બીજી પ્રજાઓ ઉપર પિતાને સંદેશ મોકલી તેમને પોતાના રાજાઓની સામે બંડ ઉઠાવવાની હાકલ કરી તથા તેઓ બધા દેશની જનતાના મિત્ર અને રાજાશાહી રાજતંત્રના દુશ્મન છે, એવી જાહેરાત કરી. તેમની માતૃભૂમિ ક્રાંસ સ્વતંત્રતાની જનેતા બની અને તેની વેદી ઉપર કુરબાન થઈ જવું એ આનંદની વસ્તુ બની ગઈ અને તેમના ભીષણ ઉત્સાહની એ ઘડીએ તેમને એક અદ્ભુત ગીત પ્રાપ્ત થયું. એ ગીતને સૂર તેમના પ્રજ્વલિત માનસને અનુરૂપ હતું. એ ગીતે તેમને અનેક અડચણો ઓળંગીને તથા મુશ્કેલી કે હાડમારીની લેશમાત્ર પણ પરવા ર્યા વિના એ જ ગીત ગાતા ગાતા રણક્ષેત્ર ઉપર ધસી જવાની પ્રેરણા આપી. આ ગીત તે રૂજે દી લાલીએ હાઈનના સૈન્ય માટે રચેલું રણગીત હતું. ત્યારથી એ “માઈયેઝ'ના નામથી ઓળખાય છે અને આજે પણ એ ફ્રાંસનું રાષ્ટ્રગીત છે. ચેલે ચલે સંતાને માતૃભૂમિનાં,
આ મહામૂલી પળ આજ હવે આવી છે. આ અમ સામે જુલમી શત્રુની સેના
નિજ રક્તપતી ધજા હવે લાવી છે. ' .