________________
અમેરિકા ઇંગ્લેડથી છૂટું પડી જાય છે ક૧૭ ને વધારે વિસ્તરતું જતું હતું. આધુનિક દુનિયાનું એ પહેલવહેલું મહાન પ્રજાતંત્ર હતું. જેને વાસ્તવિક રીતે પ્રજાતંત્ર કહી શકાય એવું તે તે સમયે સ્વિટ્ઝરલૅન્ડનું એકમાત્ર નાનકડું પ્રજાતંત્ર હતું. હેલેંડ પણ પ્રજાતંત્ર હતું ખરું, પરંતુ તેના ઉપર ઉમરાવોને કાબૂ હતો. ઈંગ્લડ રાજાસત્તાક હતું એટલું જ નહિ પણ તેની પાર્લામેન્ટ ત્યાંના નાનકડા શ્રીમંત જમીનદારવર્ગના હાથમાં હતી. એટલે યુનાઈટેડ સ્ટેટ્સનું પ્રજાતંત્ર નવીન પ્રકારનું રાષ્ટ્ર હતું. યુરેપ અને એશિયાનાં રાષ્ટ્રોની પેઠે એને ભૂતકાળને વારસો નહતો. દક્ષિણની ગુલામીની પ્રથા તથા ત્યાંની ઑન્ટેશનેની યા વિશાળ ખેતરની અર્થવ્યવસ્થા બાદ કરતાં ત્યાં આગળ ક્યાલ વ્યવસ્થાના કશા અવશેષ નહોતા. વંશપરંપરાગત ઉમરાવ વર્ગ પણ ત્યાં નહે. આમ બૂર્ઝવા એટલે કે ભદ્રસમાજ અથવા તે મધ્યમ વર્ગના પ્રગતિના માર્ગમાં ઝાઝા અંતરાયે નહેતા. એથી એ વર્ગે બહુ ત્વરાથી પિતાની પ્રગતિ સાધી. સ્વાતંત્ર્યના યુદ્ધ વખતે તેની વસ્તી માંડ ૪૦ લાખની હતી. બે વરસ પૂર્વે ૧૯૩૦ની સાલમાં તેની વસતી લગભગ ૧૨ કરે અને ૩૦ લાખ જેટલી થઈ છે.
જે વૈશિંગ્ટન યુનાઈટેડ સ્ટેટ્સને પહેલે પ્રમુખ થયો. તે વર્જીનિયા સંસ્થાનને માટે જમીનદાર હતે. ટૉમસ પેઈન, બેંજામિન
કલિન, પેટિક હેત્રી, ટોમસ જેફરસન, એડમ્સ અને જેમ્સ મેડીસન એ સમયના બીજા મહાપુરુષો છે અને તેઓ પ્રજાતંત્રના સંસ્થાપકે લેખાય છે. એમાં બેન્જામિન ફ્રેંકલિન વિશેષે કરીને નામી હતે. વળી તે મહાન વૈજ્ઞાનિક પણ હતા. બાળકો ચડાવે છે તે પતંગની મદદથી તેણે સાબિત કરી બતાવ્યું કે વાદળાંમાંની વીજળી અને કૃત્રિમ રીતે પેદા કરવામાં આવતી વિદ્યુત એ એક જ વસ્તુ છે.
૧૭૭૬ના સ્વતંત્રતાના જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, માણસ માત્ર સમાન જન્મે છે. આ વિધાનને ઝીણવટપૂર્વક તપાસીએ તે જણાશે કે, એને ભાગ્યે જ ખરું કહી શકાય; કેમ કે કેટલાક માણસે સબળ હોય છે અને કેટલાક દુર્બળ, અને કેટલાક બીજાઓ કરતાં વધારે બુદ્ધિશાળી અને કાર્યદક્ષ હોય છે. પરંતુ એ વિધાનની પાછળ ભાવ સ્પષ્ટ અને પ્રશંસાપાત્ર છે. સંસ્થાનવાસીઓ યુરોપની યૂડલ વ્યવસ્થાની અસમાનતા દૂર કરવા ચહાતા હતા. કેવળ આટલી વાત પણ ભારે પ્રગતિરૂપ હતી. સ્વતંત્રતાની જાહેરાતના ઘડનારાઓમાંના ઘણું