________________
૧૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન
ખરા ૧૮મી સદીના વૉલ્તેયર અને રૂસા વગેરે ફ્રાંસના ફિલસૂફે અને તત્ત્વચિંતાના વિચારોથી પ્રેરાયા હોવાના સભવ છે.
‘ માણસમાત્ર સમાન જન્મે છે' — અને છતાંયે એ દ્વેષણા કરનારા નવા રાષ્ટ્રમાં હબસીઓ હતા જેમને કશા હક્ક નહેાતા અને જેએ ગુલામ હતા ! એમની શી દશા થઈ ? નવા રાજ્ય—બંધારણમાં એમને કેવું સ્થાન મળ્યું ? એ વખતે તે એમાં એમને કશું સ્થાન મળ્યું નહિ એટલું જ નહિ, પણ આજે સુધ્ધાં એમને તેમાં સ્થાન મળ્યું નથી, ઘણાં વરસા બાદ ઉત્તરનાં અને દક્ષિણનાં સંસ્થાના વચ્ચે ભયંકર આંતરવિગ્રહ થયા અને તેને પરિણામે ગુલામીની પ્રથા રદ કરવામાં આવી. પરંતુ હજી પણ અમેરિકામાં હબસીઓના પ્રશ્નના નિવેડા આવ્યા નથી.