________________
૬૧૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન તેનાં સંતાન વચ્ચે મેળ અને શુભેચ્છા પુનઃસ્થાપિત થાય એવી તેમની તીવ્ર ઈચ્છા હતી. તેમની માગણી માત્ર સાંસ્થાનિક સ્વરાજ માટેની હતી અને વૈશિંગ્ટનના શબ્દોમાં તેમણે જાહેર કર્યું હતું કે, કઈ પણ વિચારવાન માણસ સ્વાતંત્ર્યની માગણી કરતા નથી. આ પ્રાર્થનાપત્ર શાંતિના પ્રાર્થના પત્ર” તરીકે જાણીતું થયું છે.
પરંતુ એ પછી બે વરસ કરતાં પણ ઓછા સમય બાદ એ પ્રાર્થનાપત્ર ઉપર સહી કરનારાઓમાંના ૨૫ જણે બીજા એક દસ્તાવેજ ઉપર-સ્વતંત્રતાની જાહેરાત ઉપર સહી કરી.
આમ, સંસ્થાનોએ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવા ખાતર યુદ્ધ શરૂ કર્યું નહોતું. અન્યાયી કરવેરા અને તેમના વેપાર ઉપરના અંકુશો વિરુદ્ધ તેમની ફરિયાદ હતી. પિતાની મરજી વિરુદ્ધ બ્રિટિશ પાર્લામેન્ટના તેમના ઉપર કર નાખવાના અધિકારને તેમણે ઇનકાર કર્યો. “પ્રતિનિધિત્વ નહિ તે કર નહિ” એ તેમની મશદર ઘેરણા હતી; અને બ્રિટિશ પાર્લમેન્ટમાં તેમનું પ્રતિનિધિત્વ નહતું.
સંસ્થાનવાસીઓ પાસે સૈન્ય નહોતું. પરંતુ તેમની પાસે એક વિશાળ દેશ હતો અને જરૂર પડે ત્યારે પાછા હટીને તેઓ તેને આશ્રય લઈ શકે એમ હતું. પછી તેમણે સૈન્ય પણ ઊભું કર્યું અને છેવટે. ઑર્જ વૈશિંગ્ટન તેને સેનાપતિ થશે. તેમને આરંભમાં જૂજ વિજ મળ્યા. પરંતુ પિતાના પુરાણા દુશ્મન ઈગ્લેંડ સામે વેર લેવાની અનુકૂળ લાગ મળે છે એમ માનીને ક્રાંસ સંસ્થાનોના પક્ષમાં ભળ્યું. સ્પેને પણ ઇંગ્લેંડ સામે યુદ્ધ જાહેર કર્યું. ઇંગ્લંડની સ્થિતિ કફોડી બની ગઈ પરંતુ યુદ્ધ તે ઘણું વરસ સુધી લંબાયું. ૧૭૭૬ની સાલમાં સંસ્થાની મશદ્ર “સ્વતંત્રતાની જાહેરાત” બહાર પડી. ૧૭૮ની સાલમાં યુદ્ધને અંત આવ્યો અને ૧૭૮૩ની સાલમાં પેરીસના તહનામા' ઉપર લડનારા બંને પક્ષે સહી કરી.
આમ ૧૩ અમેરિકન સંસ્થાનનું સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય બન્યું. તે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (અમેરિકાનાં સંયુક્ત રાજ્ય)ના નામથી ઓળખાય છે. પરંતુ લાંબા સમય સુધી એ સંયુક્ત રાજ્ય પૈકીનું દરેક રાજ્ય બાકીનાં રાજ્ય પ્રત્યે ની નજરે જોતું હતું અને તેમનાથી પિતાને લગભગ સ્વતંત્ર ગણતું રહ્યું. રાષ્ટ્રીયતાની અથવા તેઓ બધા એક જ પ્રજા છે એવી ભાવના તે તેમનામાં ધીમે ધીમે પ્રગટી. એ એક વિશાળ રાષ્ટ્ર હતું અને તે પશ્ચિમ તરફ વધારે