________________
અમેરિકા ઇંગ્લેડથી છૂટું પડી જાય છે ઉ૧૫ તથા મીઠા ઉપરની ધાડને આરંભ કર્યો ત્યારે અમેરિકામાં ઘણા લોકેએ તેના બેસ્ટનના ચાના મેળાવડાનું સ્મરણ કર્યું હતું, અને તેની આ નવા મીઠાના મેળાવડા” (સલ્ટ-પાટ) સાથે સરખામણી કરી હતી. પરંતુ બેશક એ બંને વચ્ચે ઘણો તફાવત હતે.
દેઢ વરસ પછી ૧૭૭૫ની સાલમાં અમેરિકાનાં સંસ્થાનો તથા - ઈગ્લેંડ વચ્ચેના યુદ્ધને આરંભ થયો. આ બધાં સંસ્થાને શાને માટે લડવા ઊડયાં હતાં ? સ્વતંત્ર થઈ જવા કે ઇંગ્લેડથી જુદાં પડી જવા ખાતર તેઓ લડવા તૈયાર થયા નહતાંયુદ્ધ શરૂ થયું અને ઉભય પક્ષનું લેહી વહ્યું ત્યારે પણ સંસ્થાના આગેવાનોએ ઈંગ્લેંડના રાજા ૩જા ઑર્જને પિતાના “મહાકૃપાળુ રાજા તરીકે સંબોધવાનું અને પિતાને તેની વફાદાર રૈયત ગણવાનું ચાલુ રાખ્યું હતું. આ વસ્તુ તારે લક્ષમાં રાખવા જેવી છે, કેમ કે અનેક વાર આમ બનતું તારા જોવામાં આવશે. હેલેંડમાં સ્પેનના રાજાના સૈન્ય જોડે કદર લડાઈ ચાલી રહી હતી છતાયે ત્યાંના લેકે ફિલિપને પિતાને “રાજાકહેતા હતા. વરસોનાં વરસ સુધી લડ્યા. પછી જ હોલેંડને પિતાના સ્વાતંત્ર્યની જાહેરાત કરવાની ફરજ પડી. હિંદમાં પણ ઘણું વરસના સંકલ્પવિકલ્પ અને “સાંસ્થાનિક દરજ્જો અને એવી બીજી વસ્તુઓ સાથે રમત કર્યા પછી ૧૯૩૦ની પહેલી જાન્યુઆરીએ આપણી રાષ્ટ્રીય મહાસભાએ સ્વાતંત્ર્યના ધ્યેયની ઘોષણા કરી. હજી પણ અહીં કેટલાક લેકે એવા છે જેઓ સ્વાતંત્ર્યના
ખ્યાલથી ભડકતા જણાય છે, અને હિંદમાં સાંસ્થાનિક શાસનની વાતે કરે છે. પરંતુ ઈતિહાસ આપણને શીખવે છે તથા હાલેંડ અને અમેરિકાનાં દષ્ટાંતોએ આપણને દીવા જેવું સ્પષ્ટ બતાવી આપ્યું છે કે આવી લડતનું એક માત્ર પરિણામ સ્વાતંત્ર્ય જ હોઈ શકે.
૧૭૭૪ની સાલમાં, સંસ્થાને અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પહેલાં થોડા સમય અગાઉ વૈશિંગ્ટને જણાવ્યું હતું કે આખા ઉત્તર અમેરિકામાં એક પણ વિચારવાન માણસ સ્વાતંત્ર્ય ચહાતે નથી. અને આમ છતાયે એ જ વૈશિંગ્ટન આગળ ઉપર અમેરિકાના પ્રજાતંત્રનો પહેલે પ્રમુખ થનાર હતા ! યુદ્ધ શરૂ થઈ ચૂક્યા બાદ ૧૭૭૪ની સાલમાં (કોલોનિયલ કોંગ્રેસ) સંસ્થાનોની મહાસભાના ૪૬ આગેવાન સભ્યએ તેની વફાદાર રૈયત તરીકે ૩જા જ્યોર્જ ઉપર એક પ્રાર્થનાપત્ર મોકલ્યો હતો અને તેમાં સુલેહશાંતિની તથા “લેહીની નીક વહેતી’ અટકાવવાની માગણી કરી હતી. ઈગ્લેંડ અને અમેરિકાનાં