________________
મહાન પરિવર્તનેને આરે ઊભેલું યુરોપ
સપ્ટેમ્બર, ૧૯૩૨ આપણે ૧૮મી સદીના યુરોપનાં અને ખાસ કરીને કાંસનાં માનવીઓનાં માનસમાં ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો. એમાં આપણને કેટલાક નવા વિકસતા તથા જૂનાની સાથે ઝઘડતા વિચારોનું ઝાંખું દર્શન થયું. અત્યાર સુધી આપણે પડદા પાછળ રહીને જોતાં હતાં પણ હવે આપણે યુરોપની રંગભૂમિ ઉપર પિતાને ભાગ ભજવતાં પાત્રોને નિહાળીશું.
ફાંસમાં ૧૭૧૫ની સાલમાં વૃદ્ધ ૧૪ લૂઈ આખરે મરણશરણ થઈ શક્યો. તે ઘણી પેઢીઓ સુધી જીવી રહ્યો હતો અને તેની પછી તેને પ્રપૌત્ર ૧૫મે લૂઈ ગાદીએ આવ્યો. અને ક્રાંસમાં ૫૮ વરસ એટલે બીજો લાંબો રાજ્યઅમલ શરૂ થશે. આ રીતે ક્રાંસમાં એક પછી એક આવતા બે રાજાઓ, ૧૪મા લૂઈ તથા ૧૫મા લૂઈએ મળીને એકંદરે ૧૩૧ વરસ સુધી રાજ્ય કર્યું ! સાચે જ, દુનિયાભરમાં એક પછી એક એમ આવતા બે રાજાઓના આટલા લાંબા રાજ્યઅમલને જેટ મળશે મુશ્કેલ છે. ચીનમાં કાંગ–હી તથા ચિન-લુંગ એ બંને મંચૂ સમ્રાટોએ દરેકે ૬૦ વરસ કરતાં પણ વધારે વરસ સુધી રાજ્ય કર્યું હતું. પણ એ બે સમ્રાટેમાં એક પછી બીજે થયે નહે. એ બંનેની વચ્ચે એક ત્રીજો સમ્રાટ થઈ ગયું હતું.
૧૫માં લૂઈના અસાધારણ લાંબા રાજ્યઅમલની વાત જવા દઈએ તે પણ તેનું શાસન ખાસ કરીને ધૃણાત્મક સડા તથા ભ્રષ્ટાચાર અને કાવાદાવાઓને માટે મશહૂર છે. રાજ્યનાં બધાં સાધનો તથા આયપતને રાજાના માજશેખ અને રંગરાગ માટે ઉપગ કરવામાં આવતો. રાજદરબારમાં લખલૂટ ખર્ચ થતું હતું અને તેને માટે ભાગ દરબારીઓના લાગતાવળગતાઓનાં ગજવાં તર કરવામાં વપરાતે હતે. રાજાને ખુશ કરનાર દરબારી સ્ત્રી-પુરૂષોને મોટી મોટી જાગીરે તથા પ્રતિષ્ઠાના હેદાની બક્ષિસ મળતી એટલે કે કશું કામ કર્યા વિના જ તેમને ભારે કમાણી થતી. અને આ બધાનો બોજો વધુ ને વધુ પ્રમાણમાં આમજનતા ઉપર જ પડવા લાગે. આપખુદી, નમાલાપણું અને સડે તથા ભ્રષ્ટતા તે પરસ્પર હાથ મિલાવીને મોજથી આગળ વધતાં જ