________________
યુરેપમાં નવા અને જૂના વિચારનું યુદ્ધ પ૮૩ પછીના પત્રમાં કહેવાનું છું તે નવીન આર્થિક પરિસ્થિતિ તથા અમેરિકા અને હિંદમાં ઉપસ્થિત થયેલી ગૂંચવણેમાં અંગ્રેજોનાં મન પરોવાયેલાં હતાં. અને જ્યારે સામાજિક બાબતમાં વધારે તંગદિલી થઈ જતી ત્યારે તાપૂરતું સમાધાન કરીને ભંગાણુનું જોખમ ટાળવામાં આવતું. ક્રાંસમાં આવા પ્રકારના સમાધાન કે સમજૂતીને સ્થાન નહોતું એટલે જ ત્યાં ઊથલપાથલ થઈ.
પરંતુ ૧૮મી સદીના વચગાળામાં ઇંગ્લંડમાં આધુનિક નવલકથાઓને વિકાસ થયે એ હકીકત ોંધપાત્ર છે. હું આગળ જણાવી ગયો છું કે, “ગુલિવર્સ ટ્રાવેલ્સ” તથા “રોબિન્સન કૂઝે તે અઢારમી સદીના આરંભમાં બહાર પડ્યાં હતાં. એ પછી જેને આપણે યથાર્થપણે નવલકથા કહી શકીએ એવી નવલકથાઓ બહાર પડવા લાગી. એ સમયે ઇંગ્લંડમાં ન જ વાચકવર્ગ ઊભું થયેલું જોવામાં આવે છે.
૧૮મી સદીમાં જ ગીબન નામના એક અંગ્રેજે “ડિકલાઈન એન્ડ ફૉલ ઑફ ધ રોમન એમ્પાયર” (રોમન સામ્રાજ્યની પડતી અને નાશ) એ નામનું સુપ્રસિદ્ધ પુસ્તક લખ્યું હતું. આગળના મારા એક પત્રમાં રોમન સામ્રાજ્યની વાત કરતાં મેં એને વિષે તથા એના પુસ્તક વિષે ઉલ્લેખ કર્યો હતે.