________________
મહાન પરિવતને આરે ઊભેલું યુરેપ ૫૮૫ જતાં હતાં. તે પછી સદી પૂરી થાય તે પહેલાં જ એ બધાં અગાધ ખાઈની કાર પર આવી પહોંચ્યાં અને તેમાં ગબડી પડ્યાં એમાં કશું નવાઈ પામવા જેવું છે ખરું ? તેમને માર્ગ આટલે બધે લંબા અને ખાઈમાં ગબડી પડતાં તેમને આટલો બધો સમય વીત્યે એનું જ આપણને તે આશ્ચર્ય થાય છે. જનતાના ઇન્સાફ અને વેરમાંથી ૧૫મે લૂઈ ઊગરી ગયે; એના વારસ ૧૬મા લૂઈને ૧૭૭૪ની સાલમાં એને ભેટે કરવો પડ્યો.
- કશી આવડત વિનાને, નમાલે અને ભ્રષ્ટ હેવા છતાંયે રાજ્ય ઉપર પિતાની નિરંકુશ સત્તા હવા વિષે લૂઈ ૧૫માને લેશ પણ શંકા નહોતી. તે જ સર્વસ્વ અને સર્વોપરી હતું અને તેની મરજીમાં આવે તે કરવાના તેના અધિકારને કોઈ પણ વિરોધ કરી શકે એમ નહોતું.
૧૭૬૬ની સાલમાં પિરીસમાં એક સભા સમક્ષ ભાષણ કરતાં તેણે શું કહ્યું હતું તે સાંભળઃ
“ઐશ્વર્ય (સેવરેટી) કેવળ મારામાં જ રહેલું છે. કોઈની પણ સહાય કે સલાહ લીધા વિના કાનૂન બનાવવાનો કેવળ મને જ સંપૂર્ણ અધિકાર છે. પ્રજાની શાંતિનો હું જ એક માત્ર સ્ત્રોત છું. હું જ તેનો સૌથી મોટો રક્ષક છું. મારાથી અતિરિક્ત મારી પ્રજાની હસ્તી નથી. કેટલાક લોકે એવો દાવો કરે છે કે, રાષ્ટ્રના અધિકાર તથા હિત શાસકથી નિરાળાં છે પરંતુ નિઃશંકપણે એ મારા જ અધિકારો અને મારું જ હિત છે તેમ જ તે મારી જ મૂઠીમાં રહેલાં છે.”
૧૮મી સદીના મોટા ભાગ દરમિયાન ફ્રાંસના રાજા આવા પ્રકારને હતે. થોડા સમય સુધી તે સારા યુરેપ ઉપર તેનું પ્રભુત્વ હોય એમ લાગતું હતું. પણ પછીથી તે યુરોપના બીજા રાજાઓ તથા પ્રજાઓની મહત્ત્વાકાંક્ષા સાથે અથડામણમાં આવ્યું અને તેને હાર કબૂલવી પડી.. ફ્રાંસના કેટલાક જૂના હરીફે હવે યુરોપની રંગભૂમિ ઉપર મહત્ત્વને ભાગ ભજવતા નહોતા. હવે તેમની જગ્યા લેનાર તથા ફ્રાંસને પડકાર કરનારા બીજા રાજાઓ ઊભા થયા હતા. થોડા દિવસ સામ્રાજ્યની જાહેરજલાલી અને નામના ભગવ્યા પછી મગરૂર સ્પેન હવે યુરોપમાં તથા અન્યત્ર પાછળ પડયું હતું. પરંતુ અમેરિકા તથા ફિલિપાઈન ટાપુઓમાં તેની પાસે હજીયે વિશાળ સંસ્થાને હતાં. ઑસ્ટ્રિયાને હેપ્સબર્ગ રાજવંશ કે જેણે લાંબા કાળથી સામ્રાજ્યના આધિપત્યને અને તે દ્વારા યુરોપની આગેવાનીને ઈજારે રાખ્યો હતો તેનું પણ હવે પહેલાંના જેવું મહત્ત્વ રહ્યું નહોતું. સામ્રાજ્યમાં પણ હવે ઓસ્ટ્રિયાના રાજ્યનું ઝાઝું મહત્વ રહ્યું નહોતું. તેમાં હવે બીજું એક પ્રશિયાનું રાજ્ય ઊભું