________________
૧૦
પ્રાચીન હિંદનું ગ્રામસ્વરાજ્ય
૧૫ જાન્યુઆરી, ૧૯૩૧ પ્રાચીન ઇતિહાસના આપણા અવલોકનમાં આપણે કેવી રીતે આગળ પ્રગતિ કરીશું ? ધારી રસ્તો છેડીને હમેશાં હું આડે રસ્તે જ ચડી જાઉં છું. મારા આગલા પત્રમાં હું પ્રસ્તુત વિષય ઉપર માંડ આવ્યે એટલામાં તેા હિંદની ભાષાઓની વાતે ચડી ગયા.
ફરી પાછાં આપણે પ્રાચીન ભારતમાં પહોંચી જઈ એ. તું જાણે છે કે જે પ્રદેશ આજે અફધાનિસ્તાનને નામે ઓળખાય છે તે તે સમયે અને ત્યાર પછી પણ લાંબા કાળ સુધી હિંદુસ્તાનના જ એક ભાગ હતા. તે સમયે હિંદના વાયવ્ય ખૂણાનેા પ્રદેશ ગાંધાર કહેવાતો. હિંદના ઉત્તરના ભાગમાં, સિંધુ અને ગંગાનાં મેદાનામાં સત્ર આય લોકાની માટી મેટી વસાહતો હતી. ધણું કરીને આ આ વસાહતીઓ સ્થાપત્યની કળા સારી રીતે જાણતા હોવા જોઈએ. કારણકે તેમાંના ઘણા તે, જ્યાં આગળ તે સમયે પણ મોટાં મોટાં નગરો હતાં એવી ઈરાન અને મેસેપોટેમિયાની આય વસાહતોમાંથી આવ્યા હોવા જોઈ એ. આયેની આ વસાહતોની વચ્ચે ઘણાં જંગલ હતાં અને ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ હિંદ વચ્ચે તો બહુ મોટું જંગલ હતું. આથી એ જંગલ ભેદીને મોટી સંખ્યામાં આય લેકે દક્ષિણમાં જઈ ને વસ્યા હાય એ સ ંભવિત નથી. પરંતુ શોધખોળ, વેપાર અને આ સંસ્કૃતિના પ્રચાર અર્થે વ્યક્તિગત રીતે ધણા આર્યાં દક્ષિણમાં ગયા હશે. એક પૈારાણિક આખ્યાયિકા ઉપરથી જણાય છે કે અગસ્ત્ય ઋષિ દક્ષિણમાં જનાર પ્રથમ આય હતા. તે ત્યાં આ ધમ અને આય સંસ્કૃતિનો સંદેશ લઈ ગયા.
હિંદના પરદેશ સાથે કત્યારનીયે મોટા પાયા ઉપર વેપાર ચાલુ થઈ ગયા હતા. દક્ષિણનાં મરી, સોનું અને માતીએ પરદેશી વેપારીઓને દરિયાપારથી આકર્ષ્યા હતા. ધણુંખરું ચેખા પણ પરદેશ મોકલવામાં આવતા હતા. વળી ખાબિલેનના પ્રાચીન મહેલમાં મલબારના સાગનું લાકડુ મળી આવ્યું છે.