________________
પ્રાચીન હિ’દનું ગ્રામસ્વરાજ્ય
૪૫
ધીરે ધીરે આએિ હિંદમાં પોતાની ગ્રામવ્યવસ્થા ખીલવી. એ દ્રવિડ * લોકેાની જૂની ગ્રામવ્યવસ્થા અને આર્યાંના નવા વિચારોને સમન્વય હતા. આ ગામેા લગભગ સ્વતંત્ર હતાં અને ચૂંટાયેલી પંચાયતે તેમના વહીવટ ચલાવતી. કેટલાંક ગામા અને નાના કસબાએ કાઈ રાજા કે સરદારના અમલ નીચે એકત્ર થતાં. એ સરદાર કે રાજા કોઈ વાર ચૂંટાયેલા તેા કાઈ વાર વંશપરંપરાગત હતા. રસ્તા, ધર્મશાળા કે પાણીને માટે નહેરા બાંધવા તથા એવાં ખીજાં સાવજનિક અને લોકસમસ્તના હિતનાં કાર્યાં માટે આ જુદા જુદા ગ્રામસધા પરસ્પર સહકાર કરતા. એમ જણાય છે કે રાજા રાજ્યમાં આગેવાન પુરુષ હતો ખરો, પરંતુ તે પોતાની મરજીમાં આવે તે કરી શકતા નહિ. તે પણ આર્યાના કાયદા અને તેમની પ્રણાલીને વશ હતા અને પ્રજા તેને દંડ કરી શકતી કે પદભ્રષ્ટ પણ કરી શકતી. મેં મારા આગળના પત્રામાં જેના ઉલ્લેખ કર્યાં છે તે ‘ હું જ રાજ્ય છું' એવી રાજાની માન્યતા તે વખતે હતી જ નહિ. આમ આ લોકેાની વસાહતામાં એક પ્રકારનું લેાકશાસન હતું, એટલે કે પ્રજાજને સરકાર ઉપર અમુક
આ
પ્રમાણમાં કાબૂ હતા.
આ ભારતીય આર્યાં ગ્રીક અાઁ સાથે મુકાબલા કરીએ. બંને વચ્ચે ઘણા ફરક છે, પરંતુ કેટલીક બાબતોમાં તેમની વચ્ચે સામ્ય પણ ઘણું છે. બંને ઠેકાણે એક પ્રકારનું લાકશાસન હતું. પણ આપણે હમેશાં એ યાદ રાખવું જોઈએ કે એ લાકશાસન માત્ર આ લેાકેા પૂરતું જ મર્યાતિ હતું. એમના ગુલામા તથા જેમને એમણે હલકી જાતિમાં મૂક્યા હતા તેમને માટે લાકશાસન કે સ્વતંત્રતા નહોતી. તે સમયે આજના જેવી અસંખ્ય વિભાગેાવાળી જ્ઞાતિવ્યવસ્થા નહતી. તે કાળમાં ભારતીય આર્યોંમાં ચાર વિભાગે અથવા ચાર જ્ઞાતિ હતી. બ્રાહ્મણો અથવા ભણેલા-ગણેલા વિદ્વાના, પુરાહિતા અને ઋષિમુનિઓ; ક્ષત્રિય અથવા રાજ્યકર્તા વ; વૈશ્ય અથવા વેપારીઓ અને વેપારવણજમાં પડેલા લેાકેા; અને શૂદ્રો અથવા મહેનત-મજૂરી કરનાર મજૂર વ. આ રીતે આ વિભાગા ધંધાને ધેારણે રચાયેલા હતા. એ બનવાજોગ છે કે, જ્ઞાતિવ્યવસ્થા કંઈક અંશે જિતાયેલી જાતિઓથી અળગા રહેવાની આર્યાંની ઇચ્છા ઉપર રચાઈ હોય. આય લેાકા સારી પેઠે અભિમાની અને ધર્મડી હતા તથા ઇતર જાતિ તરફ તે તુચ્છકારની નજરે જોતા હતા, અને પોતાની જાતના લેકે તેમનામાં ભળી જાય એમ