________________
જૂની પરંપરાનાં અશ્વન
૪૩
મધ્યપ્રાંતો, રાજપૂતાના, દિલ્હી અને મધ્ય હિંદ એમ લગભગ આખા ઉત્તર હિંદમાં ખેલાય છે. આ અતિશય વિશાળ પ્રદેશ છે અને તેમાં લગભગ પંદર કરોડ માણસા વસે છે. આ ઉપરથી તને સમજાશે કે અહીંતહી' જરાતરા ફેરફાર સાથે લગભગ પ ંદર કરોડ માણસા હિંદુસ્તાની ભાષા ખાલે છે. વળી હિંદના ઘણાખરા ભાગોમાં હિંદુસ્તાની ભાષા સમજાય છે એ તે તું જાણે જ છે. એ હિંદની રાષ્ટ્રભાષા થાય એવા સંભવ છે. પણ એને અર્થ એ નથી કે મે ઉપર ગણાવેલી બીજી મુખ્ય ભાષાઓને નાશ થવા જોઈએ. પ્રાંતીય ભાષાઓ તરીકે એ જરૂર રહેવી જોઈએ કારણકે તે બધીમાં સુંદર સાહિત્ય છે. વળી, સારી રીતે વિકસેલી ભાષા જનતા પાસેથી છીનવી લેવાના કાઈ એ કદી પણ પ્રયાસ કરવા ન જોઈએ. કાઈ પણ પ્રજાના વિકાસનું તેમજ તેનાં બાળકાના શિક્ષણનું એકમાત્ર સાધન તેમની પોતાની ભાષા જ છે. પણ હિંદમાં તા આજે બધું જ ઊંધુંચત્તું થઈ ગયું છે અને આપણે આપસમાં પણ અંગ્રેજીના ઘણા ઉપયોગ કરીએ છીએ. હું તને અંગ્રેજીમાં પત્ર લખુ એ બિલકુલ ખેડૂદુ છે. છતાંયે હું એમ કરી રહ્યો છું ! આ ટેવમાંથી આપણે. થાડા જ વખતમાં મુક્ત થઈશું એવી હું આશા રાખું છું.