________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન
મહાસભાએ બ્રિટિશ સરકારની પેઠે નહિ પણ ભાષા પ્રમાણે હિંદના ભાગ પાડ્યા છે. આ રીત વધારે સારી છે, કારણકે એથી એક જ જાતના, એક જ ભાષા ખેલતા અને ધણુંખરું એક જ પ્રકારના રીતરિવાજો અને આચારવિચારવાળા લેાકાના એક જ પ્રાંતમાં સમાવેશ થાય છે. દક્ષિણના મહાસભાના પ્રાંતામાં જ્યાં આગળ તેલુગુ ભાષા ખેલાય છે તે ઉત્તર મદ્રાસના આંધ્ર દેશ અથવા આંધ્ર પ્રાંત, જ્યાં આગળ તામિલ ભાષા ખેલાય છે તે તામિલનાડ અથવા તામિલ પ્રાંત, જ્યાં કાનડી અથવા કન્નડ ભાષા ખેલાય છે તે મુંબઈની દક્ષિણમાં આવેલા કર્ણાટક પ્રાંત, અને જ્યાં મલયાલમ ભાષા ખેલાય છે તથા જેને લગભગ મલબારમાં સમાવેશ થાય છે તે કેરલ પ્રાંત છે. ભવિષ્યમાં હિંદના પ્રાંતીય વિભાગે નક્કી કરતી વખતે તે તે પ્રદેશની ભાષા તરફ પૂરતું લક્ષ આપવામાં આવશે એ વિષે જરાયે શંકા નથી.
અહીંયા જ, હિંદની ભાષા વિષે કંઈક વધારે હું કહી દઉં. યુરોપમાં તથા ખીજે પણ કેટલાક લોકો એમ ધારે છે કે હિંદમાં સેંકડા ભાષા ખેલાય છે. આ માન્યતા બિલકુલ અ વગરની છે અને એવું માની લેનાર માણસ પેાતાનું અજ્ઞાન જ પ્રકટ કરે છે. એ વાત સાચી છે કે, હિંદુ જેવા વિશાળ દેશમાં ધણી ખેલીએ, એટલે કે ભાષાનાં સ્થાનિક રૂપાન્તરા છે. વળી દેશના ધણા ભાગામાં પોતાની ખાસ ભાષા ખેલતી પહાડી જાતા અને ખીજી એવી પરજો પણ છે. પરંતુ આખા હિંદના વિચાર કરતી વખતે આ વસ્તુ ક્ષુલ્લક બની જાય છે. માત્ર ગણતરીતી દૃષ્ટિએ જ એમનું કંઈક મહત્ત્વ છે. હિંદની સાચી ભાષાનાં ખે જૂથ છે. હું ધારુ છે કે મારા આગલા પત્રમાં મેં એ હકીકત તને જણાવી છે. જેને આપણે આગળ ઉલ્લેખ કરી ગયાં તે દ્રવિડ ભાષા અને ખીજી આય ભાષાઓ. હિંદના આર્યાંની મુખ્ય ભાષા સંસ્કૃત હતી; અને હિંની બધી આ ભાષા સંસ્કૃતની પુત્રી છે. એ ભાષા હિંદી, બંગાળી, મરાઠી અને ગુજરાતી છે. આ ઉપરાંત ખીજાં કેટલાંક રૂપાન્તરે પણ છે ખરાં. આસામમાં આસામી અને ઓરિસા અથવા ઉત્કલમાં ઊડિયા ભાષા ખેલાય છે. ઉર્દૂ એ હિંદીનું રૂપાન્તર છે. હિંદુસ્તાની શબ્દ હિંદી તેમજ ઉર્દૂ બન્ને અર્થાંમાં વપરાય છે. આ રીતે હિંદની મુખ્ય ભાષાએ તો માત્ર દસ જ છે ઃ હિંદુસ્તાની, ખગાળી, ગુજરાતી, મરાઠી, તામિલ, તેલુગુ, કાનડી, મલયાલમ, ડિયા અને આસામી. એમાંની આપણી માતૃભાષા હિંદુસ્તાની પંજાબ, યુક્તપ્રાંતા, બિહાર,
૪૨