________________
જૂની પરંપરાનાં બંધન આપણા પૂર્વજોની રીતભાત, રિવાજો, આચારવિચાર તેમજ તેમની વિચારસૃષ્ટિ અને જીવનવ્યવહાર વિષે માહિતી આપે છે. પરંતુ તેમને આપણે સાચા ઈતિહાસના ગ્રંથે ન કહી શકીએ. બહુ પાછળના સમયના ઇતિહાસને, પરંતુ સંસ્કૃત ભાષામાં લખાયેલે ખરેખર ઈતિહાસનો ગ્રંથ રાજતરંગિણી છે. એમાં કાશ્મીરને ઈતિહાસ છે. કલ્હણે એ ગ્રંથ લખે છે. તું એ જાણીને રાજી થશે કે જેમ હું તને આ પત્રો લખું છું તેમ તારા રણજિત* ફુઆ કાશ્મીરના આ મહાન ઈતિહાસનો સંસ્કૃતમાંથી અનુવાદ કરે છે. તેમણે લગભગ અડધે અનુવાદ તે કરી પણ નાખે છે. એ બહુ મોટો ગ્રંથ છે. અનુવાદ પૂરે થશે અને છપાઈને બહાર પડશે ત્યારે આપણે બધાં તે ઉત્સુકતાથી વાંચીશું, કારણકે કમનસીબે આપણે ઘણુંખરાં તે ગ્રંથ મૂળ સંસ્કૃતમાં વાંચવા જેટલું સંસ્કૃત નથી જાણતાં. એ બહુ સુન્દર પુસ્તક છે એટલા ખાતર જ નહિ, પણ ભૂતકાળ વિષે અને ખાસ કરીને કાશ્મીર વિષે એ આપણને ઘણી માહિતી આપે છે એ માટે પણ આપણે એ પુસ્તક વાંચીશું. એ તે તને ખબર છે કે કાશ્મીર આપણું પુરાણું વતન છે.
આર્યો હિંદમાં દાખલ થયા તે પહેલાં હિંદુ સંસ્કારી થઈ ચૂક્યું હતો. ખરેખર, વાયવ્ય ખૂણામાં આવેલા મોહન––દડોના અવશેષો ઉપરથી આજે એમ ચોક્કસ લાગે છે કે આર્યોના આગમન પૂર્વે, ઘણું લાંબા સમયથી એ પ્રદેશમાં મહાન સંસ્કૃતિ મોજૂદ હતી. પરંતુ એ. વિષે આજે પણ આપણને બહુ માહિતી નથી. સંભવ છે કે થોડાં વરસોમાં આપણું પુરાતત્ત્વવેત્તાઓ ત્યાં આગળની શોધખોળ પૂરી કરશે ત્યારે આપણને એ વિષે વધારે જાણવાનું મળશે.
જોકે એ સ્પષ્ટ છે કે, આ સિવાય પણ દક્ષિણ હિંદમાં તેમજ સંભવ છે કે ઉત્તર હિંદમાં પણ એ સમયે દ્રવિડ લેકની સમૃદ્ધ સંસ્કૃતિ હતી. તેમની ભાષાઓ ઘણી પ્રાચીન છે અને તેમનું સાહિત્ય બહુ સુંદર છે. એ ભાષાઓ આર્યોની ભાષા સંતની પુત્રીઓ નથી. એ બધી ભાષાઓ દક્ષિણ હિંદમાં, અંગ્રેજ સરકારે કરેલા હિંદના પ્રાંતવાર વિભાગ મુજબ મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં હજી પણ પ્રચલિત છે. તેમનાં નામ તામિલ, તેલુગુ, કાનડી અને મલયાલમ છે. આ બધી ભાષાઓ આજે પણ બેલાય છે. કદાચ તને ખબર હશે કે, રાષ્ટ્રીય
• શ્રી. રણજિત પંડિત જવાહરલાલના બનેવી થાય. તે તે સમયે તેમની જોડે નૈની જેલમાં હતા.