________________
જગતના ઈતિહાસનું રેખાદર્શન આમ પ્રતિવર્ષ ત્રિવેણી તરફ આવતા રહ્યા હશે! મનુષ્ય જન્મે છે અને મરે છે, રાજ્ય અને સામ્રાજ્ય થડે કાળ પ્રભુત્વ ભગવે છે અને પાછાં ભૂતકાળમાં અદશ્ય થઈ જાય છે, પરંતુ જૂની પરંપરા તે જીવંત જ રહે છે અને એક પેઢી પછી બીજી પેઢી ઉત્તરોત્તર તેને વશ વર્તતી રહે છે. પરંપરામાં ઘણું સારું તત્ત્વ પણ હોય છે પરંતુ કેટલીક વાર તે ભયાનક બજારૂપ કે બંધનરૂપ બની જાય છે અને આપણી પ્રગતિ મુશ્કેલ કરી મૂકે છે. દૂરના ઝાંખા ભૂતકાળ સાથે આપણને જડતી અતૂટ સાંકળ વિષે વિચાર કરે તથા તેરસે વરસ ઉપર લખાયેલાં – તે સમયે પણ એ મેળે પ્રાચીન પરંપરારૂપે જ હતે – એ મેળાનાં વર્ણન વાંચવાં એ અદ્ભુત અનુભવ છે. આપણને ભૂતકાળ સાથે જેડતી ઘણી કડીઓ આપણે સાચવી રાખવી પડશે પરંતુ સાથે સાથે આપણું પ્રગતિને રોકનાર રૂઢિ કે પરંપરાનાં બંધનોને આપણે તેડવાં પણ પડશે.
મારા છેલ્લા ત્રણ પત્રોમાં ૩૦૦૦ કે ૨૫૦૦ વર્ષ પૂર્વે દુનિયા કેવી હતી તેને ચિતાર રજૂ કરવાની હું કોશિશ કરી રહ્યો હતો. એમાં મેં તારીખે નથી જણાવી. તારીખ મને પસંદ નથી અને એ બાબતમાં તને પણ હું બહુ હેરાન કરવા માગતા નથી. આ પ્રાચીન સમયમાં બનેલા બનાવો વિષે ચોક્કસ તારીખો જાણવી પણ મુશ્કેલ છે. આપણું મનમાં ઘટનાઓનો ક્રમ બરાબર સાચવવામાં સહાયરૂપ નીવડે એટલા ખાતર હવે પછી કઈ કઈ વખત તારીખે આપવાની અને તે યાદ રાખવાની જરૂર પડશે ખરી. અત્યારે તે આપણે પુરાણી દુનિયાનો ચિતાર ઊભો કરવાની જ કોશિશ કરીએ છીએ.
આપણે ગ્રીસ, ભૂમધ્ય સમુદ્રના કિનારા ઉપરના દેશ, મિસર, એશિયામાઈનર અને ઈરાનની કંઈક ઝાંખી કરી. હવે પાછાં આપણે આપણું દેશ તરફ આવીએ. હિંદના પ્રાચીન ઇતિહાસનો અભ્યાસ કરવામાં આપણને એક મોટી મુશ્કેલી નડે છે. અહીંના પ્રાચીન આર્યોએ – અંગ્રેજીમાં જેમને ઈન્ડે -આર્યન કહેવામાં આવે છે – ઈતિહાસ લખવા તરફ લક્ષ આપ્યું નહોતું. ઘણી બાબતમાં તેઓ કેવા સમર્થ હતા તે આપણે આગળના પત્રોમાં જોઈ ગયાં છીએ. વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત અને એના જેવા બીજા ગ્રંથે તેમણે સરજ્યા છે. મહા સમર્થ પુરુષ જ એવા ગ્રંથ લખી શકે. આ અને એવા બીજા ગ્રંથ પ્રાચીન ઇતિહાસના અધ્યયનમાં આપણને સહાય કરે છે. એ પ્રથે