________________
જાની પરંપરાનાં બંધન .
૧૪ જાન્યુઆરી, ૧૯૩૧ જેલમાં મેં કેટલીક વિચિત્ર ટેવ કેળવી છે. સવારમાં વહેલા ઊઠવાની – ઉષઃકાળ કરતાં પણ વહેલા ઊઠવાની ટેવ તેમાંની એક છે. ગયા ઉનાળાથી મેં એ ટેવ પાડી છે કારણકે ઉષાનું આગમન અને જે રીતે તે તારાઓને ધીરે ધીરે બૂઝવી નાખે છે તે નિહાળવાનું મને ગમ્યું. ઉષા પહેલાંની ચાંદની અને તેનું દિવસમાં થતું પરિવર્તન તેં કદીયે નિહાળ્યું છે ખરું? આ ચાંદની અને ઉષા વચ્ચેની રસાકસી અને તેમાં હમેશાં થતી ઉષાનો વિજય મેં ઘણી વાર નિહાળ્યાં છે. એ વિચિત્ર પ્રકારના ઝાંખા પ્રકાશમાં, થોડી વાર સુધી તે, એ ચાંદની છે કે શરૂ થતા દિવસનું અજવાળું છે તે કહેવું મુશ્કેલ થઈ પડે છે. પણ પછી પળવારમાં એ વિષે શંકા રહેતી નથી અને દિવસ શરૂ થાય છે તથા ઝાંખો પડેલે ચંદ્ર હારીને હરીફાઈમાંથી નિવૃત્ત થાય છે.
મારી એ ટેવ પ્રમાણે, હજીયે આકાશમાં તારા ચમકી રહ્યા હતા ત્યારે હું ઊડ્યો. ઉષાના આગમન પહેલાં વાતાવરણમાં કંઈક વિચિત્ર વસ્તુ વ્યાપી રહે છે તે ઉપરથી કોઈ પણ માણસ કલ્પી શકે કે પ્રભાતની તૈયારી છે. અને હું વાંચવા બેઠે તેવામાં દૂરથી આવતા અને વધતા જતા અવાજેએ પ્રાતઃકાળની શાંતિનો ભંગ કર્યો. મને યાદ આવ્યું કે આજે સંક્રાંતિ એટલે કે માઘમેળાને પ્રથમ દિવસ છે અને જમના તથા અણછાતી સરસ્વતી પણ જ્યાં ગંગાને મળે છે એવું માનવામાં આવે છે તે ત્રિવેણુ સંગમ આગળ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ સ્નાન કરવાને જઈ રહ્યા છે. ચાલતા ચાલતા તેઓ ભજન ગાતા હતા અને “ગંગા માતાની જય” પિકારતા હતા. નૈની જેલની દીવાલ ઓળંગીને એ પિકાર મારા કાન સુધી પહોંચ્યા. એ અવાજે સાંભળતાં સાંભળતાં હજારોની સંખ્યામાં તેમને નદી તરફ આકર્ષતી અને થોડા સમય માટે તેમનાં દુઃખ અને કંગાલિયત ભુલાવી દેતી શ્રદ્ધાની શક્તિને મને વિચાર આવ્યો. મને એ પણ વિચાર આવ્યો કે કેટલીયે સદીઓથી યાત્રાળુઓ