________________
મેગલ સામ્રાજ્યની પડતી અને નાશ ૧૪૩ સંપૂર્ણપણે પડી ભાગ્યું, એ આ બધા ફેરફારોમાને એક છે. મહાન પરિવર્તન અને સંદેલની પાછળ આર્થિક બળ કાર્ય કરી રહેલાં હોય છે. આપણે આગળ જોઈ ગયાં કે યુરોપ તથા ચીનનાં મોટાં મોટાં સામ્રાજ્યના પતનના આરંભમાં અને સાથે સાથે અર્થવ્યવસ્થા પડી ભાગી હતી અને પછીથી ક્રાંતિ થઈ હતી. હિંદુસ્તાનમાં પણ એમ જ થયું છે.
બીજા બધાં સામ્રાજ્યની જેમ મેગલ સામ્રાજ્ય પણ તેની આંતરિક નબળાઈને કારણે જ પડી ભાગ્યું. સાચે જ, તેના ટુકડે ટુકડા થઈ ગયા. પરંતુ પતનની આ ક્રિયાને, હિંદુઓમાં પેદા થઈ રહેલી તથા ઔરંગઝેબની નીતિને કારણે પ્રજવલિત થયેલી વિરોધની ભાવનાની ભારે સહાય મળી. પરંતુ એક પ્રકારની હિંદુઓની આ ધાર્મિક રાષ્ટ્રીયતાએ ઔરંગઝેબના રાજ્યકાળ પહેલાંના સમયમાં મૂળ નાખ્યાં હતાં, અને ઔરંગઝેબ એટલે બધે અસહિષ્ણુ અને કડક થયે તે એને કારણે હોય એમ પણ બનવા જોગ છે. મરાઠા અને શીખ આ હિંદ પુન
ગ્રતિના અગ્રણી હતા અને હવે પછીના પત્રમાં આપણે જોઈશું કે આખરે મેગલ સામ્રાજ્યને તેમણે જ ઉથલાવી નાખ્યું, પરંતુ આ સમૃદ્ધ અને ઉમદા વારસાને તેઓ કશે ફાયદો ઉઠાવી શક્યા નહિ. જ્યારે આ બધા લેકે એ મેળવવા માટે માંહમાંહે એકબીજા સાથે લડી રહ્યા હતા ત્યારે ચૂપચાપ અને ચાલાકીથી અંગ્રેજોએ પગપેસારો કર્યો અને લૂંટના માલ કબજો લઈ લીધે.
જ્યારે મોગલ સામ્રાટ લશ્કર સાથે કૂચ કરતા હતા ત્યારે તેમની શાહી છાવણી કેવી હતી તે જાણવાની તને મજા પડશે. એ એક જબરદસ્ત વસ્તુ હતી. ૩૦ માઈલ જેટલે તે તેને ઘેરાવો હતું અને તેની વસ્તી પાંચ લાખની હતી. એમાં સમ્રાટની સાથે રહેતા લશ્કરને પણ સમાવેશ થતો હતો, પરંતુ છાવણીમાં મોટી સંખ્યા તે ઈતર લેકેની હતી. આ કૂચ કરતા વિશાળ શહેરમાં સેંકડે બજારે પણ હતાં. આ હરફર કરતી છાવણીમાં ઉર્દૂ – “છાવણી ની ભાષા –ને વિકાસ થયો.
મોગલ સમયના સ્ત્રીપુરુષનાં અનેક ચિત્રો આજે પણ મેજૂદ છે. તે બહુ કમાશભર્યા અને સુંદર છે. સમ્રાટેના ચિત્રોને તે એક ચિત્રસંગ્રહ પણ મળી આવે છે. તે બાબરથી ઔરંગઝેબ સુધીના બધા સમ્રાટોનું વ્યક્તિત્વ અદ્ભુત રીતે વ્યક્ત કરે છે.