________________
૫૪૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન નહેતા અને તેના પિતા શાહજહાનની પેઠે તેને સ્થાપત્યને શેખ નહોતો. તે કડક સંયમી અને ધર્માધ હતે. તથા પિતાના સિવાયના બીજા કેદી પણ ધર્મને તે સહન કરવા તૈયાર નહોતે. એના સમયમાં પણ રાજદરબારને ભપકા તે ચાલુ રહ્યા, પણ ઔરંગઝેબનું વ્યક્તિગત જીવન કઠેર સંયમયુક્ત અને લગભગ તપસ્વી જેવું હતું. હિંદુ ધર્મનું દમન કરવાની નીતિ તેણે ઈરાદાપૂર્વક અખત્યાર કરી અકબરની સમાધાને તથા સમયની નીતિ તેણે ઈરાદાપૂર્વક પલટી નાંખી અને એ રીતે, આજ સુધી સામ્રાજ્ય જે પાયા ઉપર ટકી રહ્યું હતું તેને દૂર કર્યો. તેણે હિંદુઓ ઉપર ફરીથી જજિયા વેરે નાખે, નોકરીમાંથી શક્ય એટલા હિંદુઓને બાદ રાખ્યા, અકબરના સમયથી જેએ એ. વંદાને ટેકો આપતા આવ્યા હતા તે રજપૂત ઉમરાવને નારાજ કર્યા અને રજપૂત સાથે લડાઈ વહોરી. વળી તેણે હજારે હિંદુ મંદિરોને નાશ કરાવ્યું અને એ રીતે ભૂતકાળની અનેક રમણીય ઇમારત દાળ ભેગી થઈ ગઈ અને જે કે દક્ષિણમાં તેનું સામ્રાજ્ય વિર્યું, બિજાપુર તથા ગોલકાંડા તેના કબજામાં આવ્યાં અને છેક દક્ષિણમાંથી પણ તેને ખંડણી મળવા લાગી, છતાં તેના સબ્રિાજ્યને પાયે મૂળમાંથી અવાવા • લાગ્યું હતું. તે ઉત્તરોત્તર નબળું પડતું જતું હતું તથા બધી બાજુએથી તેના દુશ્મને ઊભા થયા. જજિયા વેરાની વિરુદ્ધ હિંદુઓએ તેની આગળ અરજી કરી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે, “એ વેરે ન્યાયથી વિરુદ્ધ છે. સુનીતિથી પણ એ એટલે જ વિરુદ્ધ છે કેમ કે એથી કરીને દેશ ખચીત ગરીબ થતો જાય છે; વળી ઉપરાંત એ તદ્દન ન જ ફેરફાર છે અને એમાં હિંદના કાયદાઓને ભંગ રહેલે છે.' સામ્રાજ્યમાં વર્તતી પરિસ્થિતિનું વર્ણન કરતાં તેમાં જણાવવામાં આવ્યું છે કે, “આપ નામદારના અમલ દરમ્યાન ઘણી લેક સામ્રાજ્યની વિરુદ્ધ થઈ ગયા છે જેને લીધે બીજા વધારે પ્રદેશ પણ અવશ્ય છૂટા પડી જશે કેમ કે આજે તે મારફાડ અને પાયમાલી સર્વત્ર નિરંકુશ પણે પ્રવર્તી રહ્યાં છે. આપની રૈયતને પગ નીચે ચગદવામાં આવે છે, આપને સામ્રાજ્યનો દરેક પ્રાંત કંગાળ થઈ ગયું છે. સર્વત્ર વસતી ઘટતી જાય છે અને મુશ્કેલીઓ ખડકાતી જાય છે.
સર્વત્ર પ્રવર્તી રહેલી આ ગરીબી અને હાડમારી હવે પછીનાં પચાસ વરસમાં જે ભારે ફેરફાર થવાના હતા તેની આગાહી રૂપ હતી. ઔરંગઝેબના મૃત્યુ બાદ મહાન મેગલ સામ્રાજ્ય એકાએક અને