________________
અકબર
૫૩૭,
તેણે પિતાની નિરપવાદ આપખુદી ચલાવી અને પરિણામે સાષ્ટાંગ પ્રણામ, પાદસ્પર્શ ઈત્યાદિ બેદી વિધિઓ પ્રચારમાં આવી. એ નવા ધર્મનું ગાડું ચાલ્યું નહિ. માત્ર મુસલમાનોને ચીડવવામાં તે ફળીભૂત થયે.
આપખુદી તે અકબરનામાં મૂર્તિમંત રૂપે વિરાજતી હતી. પરંતુ ઉદાર રાજકીય વિચારેએ તેના માનસ ઉપર કેવી અસર કરી હતી એ વિચારવા જેવું છે. જે લેકેને ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવે તે પછી તેમને રાજકીય સ્વતંત્રતા વધુ પ્રમાણમાં કેમ ન આપવી ? વિજ્ઞાન તરફ પણ તે સારી પેઠે આકર્ષ હેત. પરંતુ તે સમયે જે વિચારોએ યુરેપના લેકનાં મન સુભિત કરવા માંડ્યાં હતાં તે દુર્ભાગ્યે અહીં ત્યારે પ્રચલિત નહતા. વળી છાપખાનાઓ પણ ત્યારે અહીં ઉપગમાં આવ્યાં હોય એમ લાગતું નથી. અને આમ કેળવણું બહુ જ મર્યાદિત હતી. ખરેખર તું એ જાણીને નવાઈ પામશે કે અકબર સાવ નિરક્ષર હતે; એટલે કે તે લખીવાંચી જાણ નહતે ! આમ છતાં પણ તે ભારે કેળવાયેલું હતું અને પિતાની આગળ બીજાઓ પાસે પુસ્તકો વંચાવવાને તેને બહુ શોખ હતું. તેની આજ્ઞાથી ઘણા સંસ્કૃત ગ્રંથન ફારસી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતે.
વળી એ જાણીને પણ તેને આનંદ થશે કે, હિંદુ વિધવાઓને સતી થવાને ચાલ બંધ કરવાનો પણ તેણે હુકમ ફરમાવ્યું હતું તથા યુદ્ધમાં પકડાયેલા કેદીઓને ગુલામ બનાવવાની પણ તેણે મનાઈ કરી
હતી.
લગભગ પચાસ વરસ સુધી રાજ્ય કર્યા પછી ૧૬ ૦૫ની સાલના ઓકટોબર માસમાં ૬૪ વરસની ઉંમરે અકબર મરણ પામે. આગ્રા પાસે આવેલા સિકંદ્રામાં એક સુંદર મકબરામાં તેને દફનાવવામાં આવ્યું.
અકબરના રાજ્યઅમલ દરમ્યાન ઉત્તર હિંદુસ્તાનમાં, વિશેષ કરીને બનારસમાં રહેતા એક પુરુષ થઈ ગયે જેનું નામ યુક્તપ્રાંતને ગામડે ગામડે લેકમાં પરિચિત છે. ત્યાં તે તે અકબર યા તે બીજા કોઈ પણ રાજા કરતાં વધારે લેકપ્રિય અને જાણીતું છે. આ પુરુષ તે રામચરિતમાનસ અથવા તે હિંદી રામાયણના કર્તા તુલસીદાસ