________________
૯૦
મેાગલ સામ્રાજ્યની પડતી અને નાશ
૯ સપ્ટેમ્બર, ૧૯૩૨
'
તને અકબર વિષે કંઈક વધારે કહેવાને મને લેસ થઈ આવે છે પરંતુ મારે એ લેબને શકવા રહ્યો. એમ છતાં પણ ક્રૂર`ગી પાદરીએના હેવાલામાંથી થોડાક ઉતારાએ તો હું આપું જ છું. બાદશાહના દરબારીઓના અભિપ્રાયો કરતાં તેમના અભિપ્રાયો ઘણા વધારે કીમતી છે. વળી સાથેસાથે એ પણ યાદ રાખવું જરૂરનું છે કે અકબર ખ્રિસ્તી ન થયા એ કારણે તે તેનાથી ભારે નિરાશ થયા હતા. છતાંયે તે કહે છે કે, ‘સાચે જ તે એક મહાન રાજકર્તા હતા; કેમકે જે એકી સાથે પ્રજાને પોતાની આજ્ઞાંકિત રાખી શકે, તેને આદર મેળવી શકે, તેને પ્રેમ સંપાદન કરે તેમ જ તેને પેતાના ધાકમાં રાખી શકે તે જ ખરો રાજા છે એમ તે બરાબર સમજતે હતો. તે રાખ સૌ કાઈ તે પ્રીતિપાત્ર હતા; મોટા પ્રત્યે તે સખતાઈ રાખતો, ગરીબગુર પ્રત્યે રહેમનજર રાખતા. વળી તે અમીર તેમ જ ગરીબ, પડોશી કે પરાયા, ખ્રિસ્તી, મુસલમાન કે હિંદુ એ સૌ પ્રત્યે ન્યાયી વર્તન રાખતે અને તેથી કરીને પ્રત્યેક માણસને એમ જ લાગતું કે રાજા પોતાને પક્ષે છે.' વળી જેસ્યૂઈટ આગળ જણાવે છે કે, ‘ એક પળે તે રાજકીય બાબતોમાં અને પોતાની પ્રજાની દાદ સાંભળવામાં તન્મય બની ગયા હોય તો બીજી જ પળે ઊંટાના ખાલ કાતર, પથ્થર ફોડતા, લાકડાં ચીરતો કે લોઢાને હથેાડાથી ટીપતે નજરે પડતો. અને આ બધું જાણે તે પોતાના ખાસ ધંધામાં જ મળ્યો હોય તેટલી ખંતથી કરતો.’ પેતે એક બળવાન અને આપખુદ રાજકર્તા હોવા છતાંયે આજના કેટલાક લોકોની પેડ઼ે શારીરિક મજૂરીથી પોતાનો દરજ્જે હલકા પડ છે એવું તે માનતા નહોતા. વળી તેઓ કહે છે કે, તે બહુ મિતાહારી હતો અને વરસમાં માત્ર ત્રણ કે ચાર માસ જ માંસાહાર કરતે.
ઊંઘવા માટે મહામુસીબતે તે રાત્રીના ત્રણ ચાર કલાક કાઢી શકતા. . . . તેની યાદદાસ્ત તે આશ્ચર્ય કારક હતી. તેની પાસે હજારાની