________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન અદ્ભુત શક્તિ ધરાવનારા પુરુષો હોય છે. અગર જે સત્ય જ્ઞાન આ રીતે હર જગ્યાએ મળી આવતું હોય તો પછી સત્ય કઈ એક જ ધર્મમાં રહ્યું છે એમ કેમ બની શકે ?” . . . .
તને યાદ હશે કે આ અરસામાં યુરોપમાં ધાર્મિક બાબતમાં બહુ ભારે અસહિષ્ણુતા પ્રવર્તતી હતી. સ્પેન, નેધરલેન્ડ્ઝ તથા અન્યત્ર ઈન્કવઝીશન મારફતે ધાર્મિક દમનન દેર ચાલતું હતું અને કૅથલિક તથા કાલ્વિનના અનુયાયીઓ એકબીજા પ્રત્યેની સહિષ્ણુતાને ૫.૫ માનતા હતા.
વર્ષો સુધી અકબરે બધા ધર્મોના પંડિત સાથે પિતાની ધર્મ. ચર્ચાઓ ચાલુ રાખી. આખરે એ બધા પંડિતે એ વાદવિવાદથી થાક્યા અને દરેકે પિતાના વિશિષ્ટ ધર્મમાં અકબરને લાવવાની આશા છોડી દીધી. જે દરેક ધર્મમાં સત્યાંશ હોય તે પછી અમુક એક જ ધર્મ તે કેવી રીતે ગ્રહણ કરી શકે ? જેસ્થઈ કે, તેણે એવું કહ્યાનું જણાવે છે કે, હિંદુઓ પિતાના ધર્મને વધારે સારે ગણે છે, મુસલમાને અને ખ્રિસ્તીઓ પણ એમ જ કહે છે. તે પછી મારે કયા ધર્મને અપનાવે છે
અકબરનો પ્રશ્ન બિલકુલ ઉચિત હતું, પરંતુ જેસ્યુઈટ એ સવાલથી ચિડાયા. તેઓ પિતાના લખાણમાં જણાવે છે કે, “બધા જ નાસ્તિકોમાં જે સામાન્ય હોય છે તે દોષ આ રીતે આ રાજામાં પણ અમને જણા, તે બુદ્ધિને શ્રદ્ધાની દાસી બનાવવાનો ઈનકાર કરે છે અને તેની દુર્બળ બુદ્ધિ જેનો પાર પામી શકતી નથી તેનો તે સત્ય તરીકે સ્વીકાર કરતા નથી. વળી જે બાબતે માનવીની ઉચ્ચ સમજશક્તિથી પણ પર છે તેને કેવળ પિતાની અપૂર્ણ નિર્ણયશક્તિથી કસીને તે સંતોષ માને છે.” જે નાસ્તિકની આ જ વ્યાખ્યા હોય તે એવા આપણામાં જેટલા વધારે હેય તેટલું સારું.
એમાં અકબરને શે હેતુ સમાયેલ હતો તે સ્પષ્ટ જણાતું નથી. એ પ્રશ્નને તે કેવળ રાજકીય દષ્ટિથી જ નિહાળતે હતકે પછી ભિન્ન ભિન્ન જાતિઓની એકતા સાધી એક પ્રજા સર્જવાને તેના મનોરથને કારણે બધા ધર્મોને તે બળજબરીથી એક જ દિશામાં વાળવા માગતે હતે? અથવા તે તેની એ ખેજમાં તે ધાર્મિક હેતુથી પ્રેરાયું હતું? મને એની કશી ખબર નથી. પરંતુ મને લાગે છે કે તે ધર્મસુધારક કરતાં રાજપુરુષ વધારે પ્રમાણમાં હતું. એને હેતુ ચાહે તે હે, પણ તેણે એક નવીન ધર્મ–દીને ઇલાહી–ની ઘોષણા કરી અને પોતે જ તેને વડે બને. બીજી બધી બાબતોની જેમ ધર્મની બાબતમાં પણ