________________
અમર
૧૨૯
રાજ્યકર્તાઓમાં તે ખરેખર સૌથી વધારે કુશળ અને ઉત્તમ શાસક હતા. પરંતુ કુશળ આપખુદ શાસકની બાબતમાં મેશ બને છે તેમ રાજ્યવહીવટમાં તે એકલા જ કર્તાહર્તા હતા એટલે તેના મરણ બાદ તેના રાજ્યની આખી ઇમારત પડી ભાગી અને તેના ટુકડેટુકડા થઈ ગયા.
હુમાયુએ આ અવ્યવસ્થાના લાભ ઉડ્ડાવ્યા અને ૧૫૫૬ની સાલમાં લશ્કર લઈને તે ઈરાનથી અહીં પાટે આવ્યો. તે જયા અને સાળ વરસના ગાળા પછી ફરી પાછે દિલ્હીની ગાદી ઉપર આવ્યા. પરંતુ તે લાંબે વખત ગાદી ઉપર રહી શક્યો નહિ. છ માસ પછી તે નિસરણી ઉપરથી પડી જવાથી મરણ પામ્યા.
હુમાયુ અને શેરશાહ એ બંનેની કબરેના મુકાબલા કરવા જેવા છે. અફધાન શેરશાહની કબર બિહારમાં સહસરામમાં છે. તેમાં ન થયેલા પુરુષ જેવી જ તે કઠોર, મજબૂત અને દમામદાર ઇમારત છે. હુમાયુની કબર દિલ્હીમાં છે. તે સુશોભિત અને રમણીય ષ્ટમારત છે. અને પાષાણની આ એ ઇમારતા ઉપરથી સે.ળમી સદીના સામ્રાજ્યના આ બે હરીફા વિષે આપણે ટીકડીક અંદજ કાઢી શકીએ છીએ.
એ સમયે અકબર માત્ર ૧૭ વરની ઉંમરના હતા. તેના દાદાની પેઠે તે પણ કુમળી વયે ગાદી ઉપર આવ્યો. બહેરામ ખાન તેના વાલી અને રક્ષક હતા. તેને લેા ખાન બાબા કહેતા. પરંતુ ચાર વરસમાં જ અકબર ખાને બાળાના વાલીપણાથી અને બીજા લે કાંની દોરવણીથી થાકયો અને રાજ્યની લગામ તેણે પોતાના હાથમાં લીધી.
૧૫૫૬ની સાલના આરંભથી માંડીને ૧૬૦પની સાલના અંત સુધી એમ લગભગ પચાસ વસ અકબરે હિંદુ ઉપર રાજ્ય કર્યુ. યુરેપમાં નેધરલૅન્ડઝના બળવાને અને ઇંગ્લેંડમાં શેકસપિયરના એ જમાનો હતો. હિંદુસ્તાનના ઇતિહાસમાં અકબરનું નામ આગળ તરી આવે છે અને કેટલીક વખત અને કેટલીક રીતે તે આપણને અશોકનું સ્મરણ કરાવે છે. ઈસુ પહેલાંની ત્રીજી સદીને હિંદને બદ્ધ સમ્રાટ અને ઈસુ પછીની સેળમી સદીના હિંદના મુસલમાન સમ્રાટ લગભગ સરખી જ રીતે અને સરખા જ સાથી ખેલે છે એ ખરેખર આપણને અજાયબ કરે એવું છે. પેતાના બે મહાન પુત્રોને મુખે ખુદ ભારતમાતા જ ન ખેલતી હોય એમ આશ્રયની સાથે આપણને લાગે છે. અશોક પોતાની પાછળ પાષાણ ઉપર અંકિત કરીને જે કંઈ મૂકી ગયા છે તે સિવાય આપણે તેને વિષે ઝાઝું જાણતા નથી.
-૨૪