________________
જગતના ઇતિહાસનું રેખાદરાન પરંતુ અકબર વિષે તે આપણે સારી પેઠે જાણીએ છીએ. તેના દરબારના બે સમકાલીન ઇતિહાસકારે આપણે માટે લાંબા હેવાલે મૂકતા ગયા છે તથા તેની મુલાકાત લેનાર વિદેશીઓ અને ખાસ કરીને તેની પાસે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવાને ભારે જહેમત ઉઠાવનાર જેસ્યુઈટએ પણ તેને વિષે લાંબા લાંબા હેવાલે લખ્યા છે.
બાબરના વંશમાં અકબર ત્રીજો હતો. પરંતુ મોગલ લૉક હજીયે આ દેશ માટે નવા હતા. તેમને વિદેશી તરીકે લેખવામાં આવતા હતા અને દેશ ઉપર તેમને કેવળ લશ્કરી કાબૂ હતે. અકબરના રાજ્યઅમલે મેગલ વંશને અહીં સ્થિર કર્યો, તેને આ દેશને બનાવ્યું તથા તેની દષ્ટિ સંપૂર્ણપણે હિંદી બનાવી, એના શાસનકાળ દરમ્યાન જ યુરેપમાં હિંદના બાદશાહે માટેની “મહાન મેગલ ની પદવી પ્રચારમાં આવી. બેશક અકબર આપખુદ હતા અને તેની પાસે અનિયંત્રિત સત્તા હતી. હિંદુસ્તાનમાં એ સમયે રાજાની સત્તા ઉપર અંકુશ મૂકવાની વાત સરખી સંભળાતી નથી. પરંતુ સદ્ભાગે અકબર શાણે આપખુદ રાજ હતું અને હિંદની પ્રજાનું હિત સાધવા માટે તેણે અથાક પરિશ્રમ કર્યો. એક રીતે તેને આપણે હિંદુસ્તાનની ટપાધુનિક રાષ્ટ્રીયતાને જનક કહી શકીએ, જે સમયે આ દેશમાં ન જેવી જ રાષ્ટ્રીયતા હતી અને ધર્મ એ એકબીજાને અળગા પાડી રહ્યો હતો ત્યારે પ્રજાના સમૂહને એકએકથી અળગા રાખનાર ધર્મોના દાવાઓને અવગણીને અકબરે ઈરાદાપૂર્વક હિંદની રાષ્ટ્રીયતાના ધ્યેયને પ્રાધાન્ય આપ્યું. તે પિતાના એ પ્રયાસમાં પૂરેપૂરો સફળ થયે નહિ એ સાચું. પરંતુ તે કેટલે બધે આગળ વચ્ચે હતો તથા તેને એમાં એકંદરે કેટલી ભારે સફળતા મળી એ ખરેખર આશ્ચર્યકારક છે.
પરંતુ અકબરને મળેલી સફળતા તેને બીજાઓની મદદ વિના મળી નહોતી કે ઘડી આવ્યા વિના તથા અનુકૂળ વાતાવરણ થયા વિના મહાન કાર્યોમાં કોઈ પણ માણસ સફળ થઈ શકતો નથી. મહાપુરુષ ઘણી વાર પિતાની પ્રતિભાથી પ્રગતિની ગતિ ત્વરિત કરે છે અને પિતાને અનુકૂળ વાતાવરણ પેદા કરે છે તે ખરું. પરંતુ એમ છતાં મહાપુરુષ પિતે પણ પ્રચલિત વાતાવરણ અને જમાનાનું જ ફળ હોય છે. એટલે અકબર પણ હિંદના તે જમાનાના ફળરૂપ જ હતે.
આગલા પત્રમાં આ દેશમાં એકી થયેલી બે ભિન્ન સંસ્કૃતિએ તથા ધર્મોને સમન્વય કરનાર મૂક બળે કાર્ય કરી રહ્યાં હતાં એ વિષે