________________
૮૯
અકબર
૪ સપ્ટેમ્બર, ૧૯૩૨
પોતાની સેનાપતિ તરીકેની કુનેહ અને લશ્કરી કાર્યદક્ષતાથી બાબરે ઉત્તર હિંદના ઘણાખરા ભાગ જીતી લીધા હતા. દિલ્હીના અફધાન સુલતાનને તેણે હરાવ્યા હતા અને પછી રજપૂત ઈતિહાસમાં વીર યોદ્ધા તરીકે પંકાયેલા ચિતોડના બહાદુર રાણા સંગની આગેવાની નીચે એકત્ર થયેલા રજપૂતોને હરાવ્યા. આ કાં તેને માટે વધારે કપરુ નીવડયું. પણ તે તેના પુત્ર હુમાયુ માટે એથીયે વિશેષ કણ કાર્ય મૂકતા ગયા. હુમાયુ વિદ્વાન અને સંસ્કારી પુરુષ હતા પણ તેના બાપ જેવા સૈનિક નહોતો. તેના નવા સામ્રાજ્યમાં બધે જ તેને માટે મુશ્કેલીઓ ઊભી થઈ; અને છેવટે બાબરના મરણ પછી દસ વરસ બાદ ૧૫૪૦ની સાલમાં શેર ખાન નામના બિહારના એક અફઘાન સરદારે તેને હરાવ્યે અને હિંદ બહાર હાંકી કાઢ્યો. આમ મહાન મોગલ બાદશાહેામાંને ખીલોૢ જ બાદશાહ છુપાતો રહીને અહીંતહીં રખડવાની દશામાં આવી પડયો અને તેને અનેક વિટંબણાએ સહેવી પડી. રજપૂતાનાના રણમાં તેના આ રઝળાટ દરમ્યાન તેની બેગમે ૧૫૪૨ની સાલના નવેમ્બર માસમાં એક પુત્રને જન્મ આપ્યા. રણપ્રદેશમાં જન્મેલા આ પુત્ર આગળ ઉપર અકબર નામથી મશહૂર થવાના હતા.
પછી હુમાયુ ઈરાનમાં નાસી છૂટયો અને ત્યાંના રાજા શાહ તમસ્પે તેને આશરો આપ્યા. દરમ્યાન શેર ખાન ઉત્તર હિંદમાં સર્વોપરી બની ખેડો અને શેર શાહ નામથી તેણે પાંચ વર્ષ સુધી રાજ્ય કર્યું. આ ટૂંકા ગાળામાં પણ તેણે તેની ભારે રાજકુશળતાની સાબિતી આપી. તે એક બહુ જ કાયેલ વ્યવસ્થાપક હતા અને તેના રાજ્યવહીવટ સચોટ અને અસરકારક હતા. યુદ્ધનાં અનેક રોકાણામાંથી પણ સમય કાઢીને તેણે ખેડૂતા પાસેથી ઉઘરાવવાની મહેસૂલ નક્કી કરવા માટે નવી અને વધારે સારી જમીનમહેસૂલ પતિને અમલ કયો. તે અતિશય આકરે અને સખત માણસ હતો પરંતુ હિંદનાં બધા અફઘાન તેમજ બીજા