________________
ટેસ્ટ, બંડ અને ખેડૂતનું યુદ્ધ ૪૯૩ જીવતા બાળી મૂકવામાં આવતા અને પિતાના સંપ્રદાયના અનુયાયીઓની પાસે કડક શિસ્તપાલન કરાવવામાં આવતું હતું. પરંતુ વાણિજ્યની બાબતમાં તેનું શિક્ષણ વધતા જતા વેપાર તથા ઉદ્યોગને વધારે અનુકૂળ હતું, જ્યારે રેમન કેથલિક શિક્ષણની બાબતમાં તેમ નહોતું. નફાને ધાર્મિક માન્યતા મળી અને જરૂરી શાખથી ચાલતા વહેવારને ઉત્તેજન અપાયું. આથી કરીને જૂના ધર્મના આ નવા સંસ્કરણને મધ્યમ વર્ગો અંગીકાર કર્યો અને એ રીતે પૂર્ણ ધર્મપાલનનું સમાધાન અનુભવતા તે પૈસા જોડવામાં ગૂંથાયો. ફયુડલ ઉમરાવોની સામે લડવામાં આમ વર્ગને તેમણે ઉપયોગ કર્યો હતો. પણ ઉમરા ઉપર વિજય મેળવ્યા પછી હવે તેમણે તેની અવગણના કરી અને તેમની ખાંધ ઉપર સવારી કરી.
પણ મધ્યમ વર્ગને હજી ઘણુ મુસીબતોને સામને કરવાનું હતું. તેમના માર્ગમાં રાજા પણ વિધ્વરૂપ હતા. ચૂડલ ઉમરાવો સામે લડવામાં રાજાએ નગરવાસીઓ સાથે સંપ કર્યો હતો. ઉમરા શક્તિહીન થઈ ગયા પછી હવે રાજા બહુ બળવાન બને. હવે પરિસ્થિતિ ઉપર તેણે સંપૂર્ણ કાબૂ જમાવ્યું હતું. તેની અને મધ્યમ વર્ગની વચ્ચેનો સંઘર્ષ હજી હવે પછી શરૂ થવાને હતે.