________________
સોળમી તથા સત્તરમી સદીમાં યુરોપમાં આપખુદી
૨૬ ઑગસ્ટ, ૧૯૩૨ વળી પાછો હું અતિશય બેદરકાર થઈ ગયો. આ પત્ર લખ્યાને ઘણે સમય થઈ ગયો. મને અહીં કોઈ પૂછનાર નથી કે નથી કોઈ મારા કામમાં મને મંડ્યા રાખનાર એટલે પ્રસંગોપાત્ત હું શિથિલ થઈ જાઉં છું અને બીજી બાબતમાં પડી જાઉં છું. જે આપણે સાથે હેત તે વળી વસ્તુસ્થિતિ જુદી જ હોત નહિ વાર? પણ આપણે બંને એકબીજાની સાથે વાત કરી શકવાની પરિસ્થિતિમાં હતા તે પછી હું લખત જ શું કામ?
મારા છેવટના પત્રો યુરોપમાં જ્યારે ભારે ગડમથલ અને પરિવર્તન થઈ રહ્યાં હતાં તે સમયને અંગે હતા. એ પત્રમાં ૧૬મી તથા ૧૭મી સદીમાં યુરોપમાં ભારે પરિવર્તન થઈ રહ્યાં હતાં તેનું ખ્યાન કરવામાં આવ્યું હતું. એ પરિવર્તન મધ્યયુગને અંત આણને મધ્યમવર્ગને ઉદય કરનાર આર્થિક ક્રાંતિની સાથે સાથે અથવા એને પરિણામે ઉભવ્યાં હતાં. આપણે આપણા છેલ્લા પત્રમાં જેઈ ગયાં કે પશ્ચિમ યુરોપમાં ખ્રિસ્તીઓ કેથલિક અને પ્રોટેસ્ટંટ એવાં બે દળમાં વહેંચાઈ ગયા. જર્મની આ બે દળો વચ્ચેનાં ધાર્મિક યુદ્ધોનું ખાસ રણક્ષેત્ર બન્યું, કેમકે ત્યાં આગળ એ બંને પક્ષ લગભગ સમતલ હતા. આ યુદ્ધમાં પશ્ચિમ યુરોપના બીજા દેશો પણ થોડેઘણે અંશે સંડોવાયા હતા. પરંતુ ઇંગ્લડ યુરોપ ખંડની આ ધાર્મિક લડાઈઓમાંથી અળગું રહ્યું હતું. તેના રાજા ૮મા હેત્રીના અમલ નીચે તે ઝાઝા આંતરિક ખળભળાટ વિના રેમથી છૂટું પડી ગયું હતું અને પિતાનું અલગ ચર્ચ યા ધર્મતંત્ર તેણે સ્થાપ્યું હતું. તેની સ્થિતિ કૅથલિક તેમજ પ્રોટેસ્ટ ટે એ બંનેની વચ્ચે હતી. હેત્રીને ધર્મની ઝાઝી પરવા નહોતી. તેને તે ચર્ચની જમીનજાગીર જોઈતી હતી અને તે તેને મળી. વળી તેને ફરીથી પરણવું હતું અને તેની એ મુરાદ પણ તેણે પાર પાડી. આ રીતે “ફર્મેશનને પરિણામે રાજાઓ તથા ઉમર પિપના દેરમાંથી છૂટવા.