________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન ઝેરીલી, ધૃણિત કે નરદમ શતાનિયતભરી બીજી કોઈ વસ્તુ નથી. એક હડકાયેલા કૂતરાની જેમ તમારે તેને ફેંસી નાખવો જોઈએ. જો તમે એના ઉપર તૂટી ન પડો તે પછી તે તમારા તેમ જ આખા દેશ ઉપર તૂટી પડશે.” એક સુધારક અને ખાસ કરીને ધાર્મિક આગેવાનના મેંમાંથી નીકળતાં આ કેવાં સુંદર વચન છે!
આ ઉપરથી આપણને જણાય છે કે સ્વતંત્રતા અને મુક્તિની બધી વાતે કેવળ ઉપલા વર્ગોને માટે જ હતી. આમજનતાને તેમાં સ્થાન નહોતું. આમજનતા તો બિચારી બધા જ યુગમાં લગભગ પશુના જેવું જ જીવન ગાળતી આવી છે. અને લ્યુથરની માન્યતા મુજબ તેમણે એ જ રીતે જીવવું ચાલુ રાખવું જોઈએ, કેમકે વિધિએ તેમને માટે એ જ હરાવ્યું હતું. લેકોની તીવ્ર આર્થિક સંકડામણમાંથી મેટે ભાગે રોમ સામેને પ્રેટેસ્ટંટ બળ ઉદ્ભવ્યો હતો. એને એ પરિસ્થિતિ અનુકૂળ આવી અને તેણે તેને લાભ ઉઠાવ્યું. પણ પ્રેટેસ્ટંટ બળવાના આગેવાનોને લાગ્યું કે સર્ફ અથવા દસ વર્ગ વધારે પડતો આગળ જવા અને દાસવૃત્તિમાંથી પિતાની સ્વતંત્રતા હાંસલ કરવા માગે છે – અને આ વસ્તુ એ આગેવાને માટે પૂરતી હતી – ત્યારે દાસ વર્ગને કચરી નાખવાને તેઓ રાજાઓ સાથે મળી ગયા. આમજનતાનો ઉદય હજી બહુ દૂર હતું. જે નવા જમાનાને ઉદય થઈ રહ્યો હતે તે બૂર્ઝવા અથવા મધ્યમ વર્ગ અથવા તે ભદ્ર લેકને જમાનો હતે. ૧૬મી તથા ૧૭મી સદીના વિગ્રહે અને સંઘર્ષોમાંથી ધીમે ધીમે પણ અનિવાર્ય રીતે આ વર્ગને ઉદય થતે આપણે જોઈએ છીએ.
જ્યાં જ્યાં આ ઊગતે મધ્યમ વર્ગ ઠીકઠીક બળવાન હતા ત્યાં ત્યાં પ્રેટેસ્ટંટ સંપ્રદાય પ્રસર્યો. એ સંપ્રદાયમાં પણ ભિન્ન ભિન્ન અનેક ઉપસંપ્રદાયે તથા પ્રકાર હતા. ઈંગ્લંડમાં તે ત્યાં રાજા જ ચર્ચને વડો – અથવા “ધર્મરક્ષક” – બની બેઠે અને ચર્ચા ચર્ચ મટીને રાજ્યનું એક ખાતું બની ગયું. એ સમયથી માંડીને આજ સુધી ઇંગ્લંડનાં ચર્ચ યા ધર્મ તંત્રની એ જ દશા રહી છે.
બીજા દેશમાં અને ખાસ કરીને જર્મની, સ્વિટ્ઝરલેન્ડ તથા નેધરલૅઝમાં બીજા સંપ્રદાએ મહત્ત્વ પ્રાપ્ત કર્યું. કાલ્વિનને સંપ્રદાય વધારે પ્રસર્યો એનું કારણ એ છે કે મધ્યમ વર્ગના વિકાસને તે વધારે અનુકૂળ હતો. ધાર્મિક બાબતમાં કાલ્વિન અતિશય અસહિષ્ણુ હતે. ધર્મભ્રષ્ટ ગણાતા લોકોનું અતિશય દમન કરવામાં આવતું તથા તેમને