________________
ટેટ બંડ અને ખેડૂતનું યુદ્ધ ૪૯૧ ભાગના નેતાઓમાંને એક હતા. તેનામાં સંગઠન કરવાની શક્તિ બહુ સારા પ્રમાણમાં હતી અને થોડા વખત સુધી જીનીવા શહેર ઉપર તેણે પિતાની સત્તા જમાવી હતી. જીનીવાના બગીચામાંનું રેફર્મેશનનું ભવ્ય સ્મારક તને યાદ છે? તેની વિશાળ દીવાલ તથા કાલ્વિન અને બીજાઓનાં પૂતળાંઓ પણ તને યાદ છે ખરાં? કાવિન તે ભારે અસહિષ્ણુ હતો અને જેઓ તેની સાથે સંમત નહેતા થતા તથા સ્વતંત્રપણે વિચાર કરનારા હતા તેવા ઘણુઓને કેવળ એટલા જ ગુના ખાતર તેણે જીવતા બાળી મૂક્યા હતા.
લ્યુથર તેમ જ પ્રોટેસ્ટંટને સામાન્ય જનસમૂહની ભારે મદદ મળી કેમકે જનતામાં રેમન ચર્ચની વિરુદ્ધ તીવ્ર રોષની લાગણું પ્રગટી હતી. હું આગળ જણાવી ચૂક્યો છું કે ખેડૂત વર્ગ ભારે હાડમારી વેઠી રહ્યો હતો અને તેઓ વારંવાર હુલ્લડ કરતા હતા. ખે તેનાં આ હુલ્લડોમાંથી જર્મનીમાં ખેડૂતોને વ્યવસ્થિત વિગ્રહ ઉદ્દભવ્યો. ખેડૂતે તેમને પીસી રહેલી ભૂંડી પ્રથાની સામે ઊડ્યા હતા અને તેમની માગણીઓ બહુજ સામાન્ય હતી. સર્ફ એટલે દાસયા આસામી પદ્ધતિનો નાશ અને માછલાં પકડવાનો તથા શિકાર કરવાને હક તેઓ માગતા હતા. આમ તેમની કેવળ પ્રાથમિક હકોની માગણી હતી. પરંતુ આ હકે પણ તેમને નકારવામાં આવ્યા અને જર્મનીના રાજાઓએ * હરેક પ્રકારના હેવાનિયતભર્યા જુલમ ગુજારીને તેમને કચરી નાખવાના પ્રયાસ આદર્યા. અને આ બાબતમાં પિલા મહાન સુધારક લ્યુથરનું વલણ કેવું હતું? આ રાંક ખેડૂતની તરફેણ કરીને તેમની ન્યાયી માગણીઓને તેણે ટેકો આપ્યો ખરે ? ના ના ! સર્ફ યા આસામી પદ્ધતિ બંધ થવી જોઈએ એવી ખેડૂતેની માગણીના સંબંધમાં લ્યુથરે જણાવ્યું કે, “આ સિદ્ધાંત પ્રમાણે તે બધા જ મનુષ્યો સરખાં બની જાય અને એથી કરીને પરિણામે તે ઈશુની આધ્યાત્મિક વ્યવસ્થા તેના બહારના સ્વરૂપમાં દુન્યવી વ્યવસ્થામાં પલટી નાખે. અશક્ય! મનુષ્યની અસમાનતા વિના દુન્યવી વ્યવસ્થા સંભવી શકે જ નહિ. એમાં કેટલાક માણસો સ્વતંત્ર, કેટલાક આસામીઓ યા દાસ, કેટલાક શાસકે અને કેટલાક શાસિત હેવા જોઈએ.” તેણે ખેડૂતોને વખોડી કાઢ્યા અને રાજાઓને તેમનું કાસળ કાઢી નાખવાની સલાહ આપી. “એટલે, જેમનામાં તાકાત હોય તેમણે તેમને ફેંસી નાંખવા, તેમની છડેચોક કતલ કરવી અથવા ગુપ્ત રીતે તેમને ઘાત કરે. અને યાદ રાખો કે. બળવાખોરના જેવી