________________
ચીનમાં શાંતિ અને સમૃદ્ધિનો યુગ
૪૬૭
હાય એ સવિત છે. રાજ્યના વધારે પડતા રખેાપાને કારણે પણ પ્રજા નિર્વીય બની ગઈ હોય એ પણ બ્નવાજોગ છે. વધારે પડતું લાલનપાલન બાળકો તેમજ પ્રજા માટે હિતાવહ નથી.
વળી એ યુગમાં ચીન ભારે સંસ્કારી બન્યું હોવા છતાંયે વિજ્ઞાન, શાષખાળ વગેરે ઇતર દિશામાં તે કેમ પ્રગતિ ન કરી શકયું એ પણ આશ્ચર્યકારક છે, યુરોપની પ્રજાએ તે એનાથી ક્યાંયે પછાત હતી પરંતુ પુનર્જાગૃતિ ( રેનેસાંસ )ના કાળમાં તે આપણને સાહસ, જિજ્ઞાસા અને શક્તિથી ભરપૂર જણાય છે. આ બન્નેને તું એક શાંતિપ્રિય, સાહિત્ય અને કળાના વ્યવસાયમાં મગ્ન રહેતા, સાહસ તથા રાજિંદા કાં ક્રમમાં આવતી દખલથી રાંક એવા આધેડ વયના માણસ સાથે તથા ખીજા કંઈક અણુભ્રૂડ પણ શક્તિ અને જિજ્ઞાસાથી ઊભરાતા તથા જ્યાં તે ત્યાં સાહસ માટે ઝંખતા એક ઊગતા જુવાન સાથે સરખાવી શકે. ચીનમાં ભારે સાંય દૃષ્ટિગોચર થાય છે પરંતુ તે પાખ્ખા પહેાર કે સમીસાંજનું શાન્ત સાંધ્ય છે.
*