________________
૮૧ જાપાન પિતાનાં દ્વાર ભીડી દે છે
૨૩ જુલાઈ, ૧૯૯૨ ચીનમાંથી આપણે સાથે સાથે જાપાન પણ જઈ આવીએ. ત્યાં જતાં માર્ગમાં આપણે થોડી વાર કોરિયામાં ભીશું. મંગલેએ કારિયા ઉપર પણ પિતાનું આધિપત્ય જમાવ્યું હતું. જાપાન ઉપર ચડાઈ કરવાની પણ તેમણે કોશિશ કરી હતી પરંતુ તેમાં તેઓ ફાવ્યા નહિ. જાપાન ઉપર કુબ્લાઈ ખાને અનેક વાર પિતાનું નૌકાસૈન્ય મે કહ્યું હતું પણ જાપાનીઓએ તેને હાંકી કાઢયું હતું. દરિયા ઉપર કદીયે મંગલેને ફાવ્યું હોય એમ જણાતું નથી. કુદરતી રીતે જ તેઓ ખુલ્કી પ્રજા હતી. જાપાન ટાપુ હોવાને કારણે તેમનાથી ઉગરી ગયું.
મંગલેને ચીનમાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી તરત જ કારિયામાં ક્રાંતિ થઈ અને મંગલેને તાબે થયેલા શાસકોને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા. એ ક્રાંતિના આગેવાન ઈ–તાઈજે નામને એક દેશભક્ત કેરિયન હતું. તે કેરિયાને ન રાજા થયું. તેણે સ્થાપેલે રાજવંશ પાંચ વરસથીયે વધારે સમય સુધી એટલે કે ૧૩૯રની સાલથી છેક આધુનિક કાળ સુધી ચાલ્યો. થોડાંક વરસ ઉપર જાપાને કેરિયાને જીતી લીધું. સિલને કેરિયાની રાજધાની બનાવવામાં આવી અને આજે પણ તે તેની રાજધાની જ છે. આ પાંચસો વરસના કારિયાના ઈતિહાસમાં આપણે ન ઊતરી શકીએ. કારિયા અથવા એસેન - ફરીથી તે પિતાના એ નામથી ઓળખાવા લાગ્યું હતું – એક લગભગ સ્વતંત્ર રાજ્ય તરીકે ચાલુ રહ્યું. જો કે તે ચીનના પ્રભુત્વ નીચે હતું અને ઘણી વાર તે તેને ખંડણી પણ ભરતું. જાપાન સાથે તેને અનેક વાર લડાઈએ થઈ હતી અને કેટલીક વાર તેણે જીત પણ મેળવી હતી. પરંતુ આજે તે એ બેની કેઈ પણ રીતે તુલના થઈ શકે એમ નથી. જાપાન એક વિશાળ અને બળવાન સામ્રાજ્ય છે તથા સામ્રાજ્યવાદી રાજ્યના બધા જ દોષોથી ભરેલું છે. જ્યારે ગરીબ બિચારું કારિયા એ સામ્રાજ્યને એક ભાગ છે. તેના ઉપર જાપાનીઓને અમલ છે અને તેઓ તેનું શોષણ કરી રહ્યા છે તથા નિરાધાર હોવા